Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: મહાનગર પાલિકાની ચૂંટણીના ધમાકેદાર પડઘમ વચ્ચે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ મતદારોને રીઝવવા માટે અગણીત સુવિધાઓના સપના બતાવતા વચનોની લ્હાણી કરી હતી. જયારે ચૂંટણી આવે ત્યારે સેવાના નામે મેવા મેળવવા માટે તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને વચનોના ચાંદતારા બતાવતી જ હોય છે.

પાલિકાની ચૂંટણીના પણ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ અગ્રણીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ શહેરીજનો માટે મેનીફીસ્ટ સુવિધાઓના માળખાની સમીક્ષા કરશે.

જો કે ગૃહમંત્રી સમયસર ના આવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જ મેનીફીસ્ટ સુવિધાઓના વચનપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.  વર્ષોથી શાસન કરી ચુકેલા બંને પક્ષો શહેરીજનોની માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ ગયા હોવા છતાં કોંગ્રેસે આપેલા વચનોમાં શિક્ષણ, આરોગ્ય,  રોડ, રસ્તા, રોજગારી, મિલકત વેરામાં 50 ટકા માફી જેવી સુવિધા પુરી પાડશે.

શિક્ષણના વેપારીકરણને સંપુર્ણ નાબુદ  કરીને અલ્ટ્રામોર્ડર્ન શાળામાંબાળકોને મફત શિક્ષણ ઉપરાંત ઝોન પ્રમાણે અંગ્રેજી શાળાઓ પણ કાર્યરત કરાશે. તથા સ્કુલ મેનેજમેન્ટ કમીટીઓ બનાવીને વાલી, શિક્ષક, જર્નાલીસ્ટ, એનજીઓનો સમાવેશ કરશે. ખાસ કરીને પ્રજાને પોસાય તેવા વેરાના માળખામાં અવિકસિત વિસ્તરમાં જયાં સુધી સંપુર્ણ સગવડ ના મળે ત્યાં સુધી વેરા માફી મોલ શોપીંગ સેન્ટરમાં પાર્કંગ ચાર્જીસ સદંતર બંધ કરાશે.

આરોગ્ય અંગે ઓકસીજન વેન્ટીલેટર વાળી ચોવીસ કલાક એમ્બ્યુલન્સ સેવા દરેક વોર્ડમાં તીરંગા કલીનીક 200થ 1000 બેડની મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પીટલ દર્દીઓની બીમારીનું નિદાન કરશે ખાસ કરીને સરકારી હોસ્પીટલોમાં કોન્ટ્રાકટ વિભાગ સીસ્ટમ પર સદંતર પાબંદી લગાવીને મેડીકલ સ્ટાફને સરકારી નોકરીનો લાભ અપાશે.

બાગબગીચા તથા જાહેર સ્થળો પર ઈ વોટર પ્લાન્ટ દ્વારા પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા હાથ ધરાશે. હોસ્પિટલ, ફેકટરીઓ, રેસીડેન્ટ અને કોમર્શીયલ ઈમારતોમાં ફરજીયાત ફાયર સેફટીનો અમલ કરાવાશે. વિવિધ દસ સુવિધાઓમાં સીટીબસ ટ્રાફિક સમસ્યા વિશ્વામીત્રી શુધ્ધીકરણ પોલ્યુશનનું કાયમી સોલ્યુશન લવાશે.

To Top