Comments

અમલદારશાહીને મોદી ચાબૂક મારે છે?!

મોદી પોતાના શાસનકાળમાં ઘણું બધું બદલાયું હોઇ શકે પણ એવું પણ ઘણું બધું છે, જે બદલાયું નથી એવી હરીફો અને પ્રશંસકોની ટીકાથી જાગૃત કરતાં વધુ છે. તેઓ કહે છે કે જેમ જેમ પરિવર્તન આવતું જાય છે તેમ સરકારી તંત્ર અને સનદી બાબુઓ જેમના તેમ જ રહે છે. પોતાના કાર્યકાળની બીજી મુદતમાં મોદી એવી વાતોથી વાકેફ છે કે તેઓ જડસુ અમલદારશાહી પર વધુ આધાર રાખે છે.

પરિણામે મોટા વિચારો છતાં સુધારા પરત્વે સારી કામગીરી તેઓ નથી કરી શકયા. મોદીને ઘણી વાર અમલદારશાહીથી નિરાશા ઉપજી છે અને હવે સરકારી બાબુઓ કામ કરે તેવી તેમની આશા પણ ક્ષીણ થઇ છે. પ્રશ્નો કટોકટી બની જાય તે પહેલાં મોદીએ લાકડી વીંઝવાની જરૂર છે.

આથી તા. 10 મી ફેબ્રુઆરીએ લોકસભામાં મોટા પરિવર્તન કરવાની તાકીદની જરૂર પર ભાર મૂકયો તેનાથી આશ્ચર્ય નહીં થવું જોઇએ.

ભારતનાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અત્યંત જરૂરી સુધારા તરીકે કૃષિ કાયદાનો બચાવ કરી મોદીએ કહયું હતું કે આ ‘જૈસે થે’ની માનસિકતાએ પણ તબાહી મચાવી છે. તેણે દેશની પ્રગતિ થવા દીધી નથી. યુવા પેઢી પરિવર્તન માટે લાંબો સમય સુધી રાહ નહીં જોઇ શકે. મોદીના પ્રધાન મંડળમાં પણ ઘણા પ્રધાનોને પણ લાગે છે કે બાબુઓ માત્ર વિલંબ કરે છે. ગયા ઓકટોબર, કેન્દ્રના સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો પ્રોજેકટના જબરા વિલંબ અને બિનકાર્યક્ષમતાની સંસ્મૃતિ બદલ ઉધડો લીધો હતો.

2019 ના ઓકટોબરમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સરકારી કાર્યક્રમની સમીક્ષા કરતી બેઠકના સમાપનમાં મોદી આકરા થયા હતા અને તેમણે ટોચના અધિકારીઓને કહયું હતું કે તમે મારો પાંચ વર્ષનો કાર્યકાળ તો ‘બગાડયો’ છે પણ હવે બીજો કાર્યકાળ નહીં બગાડવા દઉં. ‘લકીર કે ફકીર’ બની રહેવાનાં નાતે અમલદારોએ ખાનગી ક્ષેત્રકારે દરવાજા ખુલ્લા કરવાનાં કોઇ પણ પગલાં લેવાય તે સામે પથરા જ નાંખ્યા છે.

મોદીએ વારંવાર કહ્યું છે કે સાચા ઇરાદા છતાં થયેલી ભૂલો સામે અમલદારશાહીને રક્ષણ મળશે કારણ કે મારે યુ.પી.એ. શાસનને આભડી ગયેલા નીતિનાં પરિણામોનું પુનરાવર્તન નથી કરવું. તેથી તેમણે સાચી ભૂલથી બીવાનું નથી. છેલ્લાં ચાર વર્ષમાં મોદીએ ઘણા અધિકારીઓને કોચલામાંથી બહાર આવવાની ફરજ પાડી હતી.

કાર્લિક ખાતાએ કોઇ પણ અમલદારને મુલ્કી સેવાના સૌથી ઊંચા સ્તર-સચિવ કક્ષાએ બઢતી પહેલાં અમલદારની કારકિર્દીને સર્વગ્રાહી રીતે ચકાસવાનો નવો ખ્યાલ અપનાવ્યો છે. અલગ અલગ ખાતાના સંદર્ભમાં વિચારવાની શૃંખલા તોડવા ‘મિશન કર્મયોગી’ જેવી યોજનાઓ દાખલ કરાઇ હતી.

યુવા વહીવટી સનદી અધિકારીઓને વડા પ્રધાન કાર્યાલયમાં પણ પ્રોબેશનરી ધોરણે રાખવામાં આવ્યા હતા. વડા પ્રધાને પણ ખાનગી ક્ષેત્રમાંથી પણ 40 સહસચિવોની ભરતી કરી ઉચ્ચ અમલદારોનો વ્યાપ વધારવાનો માર્ગ ખુલ્લો મૂકયો હતો. આ અધિકારીઓને બૌધ્ધિક ક્ષમતાની ખોટ પૂરી કરવા અને શ્રમ સંસ્કૃતિમાં રૂપાંતર કરવાને પ્રોત્સાહન આપવા આ અધિકારીઓને લાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે અમલદારશાહીમાં આ બે ખામીઓ બંધનકર્તા રહે છે. મોદી આ પ્રયોગને તાર્કિક અંત તરફ લઇ જવા કૃતનિશ્ચયી લાગે છે. સનદી અધિકારીઓ દેશનો તમામ વહીવટ નહીં કરી શકે એવું મોદીનું વલણ ‘સમજદાર કો ઇશારા કાફી હૈ’-, એવું સૂચવે છે.

કોઇ પણ સરકાર માથા પરથી વહેવા માંડે ત્યાં સુધી નહીં થોભી શકે. આથી ખેડૂતોએ જે કૃષિ કાયદાની માંગ જ નથી કરી તે કેમ લાગુ કરાયા એવો પ્રશ્ન કરનારની મોદીએ પણ ટીકા કરી.

ભારત એક લોકશાહી દેશ છે અને સામંતશાહી માળખું નથી, જયાં લોકો સત્તાધીશો પાસે કંઇ માંગવું જ પડે. મોદી સ્પષ્ટ છે કે સરકારે લોકો પ્રત્યે સંવેદનશીલ બનવું જોઇએ અને દેશના ભલા માટે પગલાં લેવાં જ જોઇએ.

લોકોએ આયુષ્યમાન ભારતની માગણી નથી કરી, જનધન ખાતાની કે સ્વચ્છ ભારતની પણ નથી માગણી કરી છતાં કેન્દ્ર સરકારે આ કલ્યાણકારી પગલાં લીધાં છે. તે જ પ્રમાણે દહેજ, ત્રણ તલાક અને બાળલગ્ન સામેના કાયદાની પણ માંગ નથી થઇ. મોદી એવું કહેવા માંગે છે કે હું 2014 અને 2019 ના જનાદેશને વેડફી નથી નાંખવા માંગતો.

બની શકે કે મોદી પર તેના રાજકીય હરીફો ‘અર્થતંત્ર ચલાવવા માટે ખાનગી ક્ષેત્રના ખોળામાં બેસી જવાનો આક્ષેપ કરે. મોદી પર પહેલાં ‘સુટ બૂટ કી સરકાર’ ચલાવવાનો આક્ષેપ થયો હતો. હવે રાહુલ ગાંધી નવો ચાબખો વીંઝે છે! સરકાર ‘હમ દો, હમારે દો’ (એટલે કે મોદી, અમિત શાહ અને તેમના બે શકિતશાળી મિત્રો) દ્વારા ચાલે છે. લાંબા સમય પછી મોદીએ કહયું છે કે મારે ઇતિહાસમાં પરિવર્તન માટેના નેતા તરીકે સ્થાન મેળવવું છે. અમલદારશાહી અને શાસનકર્તા સરકારની કાર્ય સૂચિમાં જોડાવું જ પડશે અને તેમની પાસેની અપેક્ષા મુજબ કામ કરવું જ પડશે.

મોદીએ આ ધખારાની રાજકીય કિંમત ચૂકવવી જ પડશે પણ મોદી તે જોખમ લેવા તૈયાર છે કારણ કે લોકસભાની 2024 ની ચૂંટણી પહેલાં મોદી સફળ થશે તો તમામને ઘણો લાભ થશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top