સુરત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food And Drug Department) અને સુરત પોલીસની (Surat Police) એસઓજી ટીમે આજે વરાછાના એક મેડીકલ સ્ટોરના (Medical...
માર્ક તુલી ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામથી જાણીતા છે. આજના યુગમાં જ્યારે નાનાં અમથા વિષયને લઈને પણ અનેક મત પ્રગટ થાય છે...
અમદાવાદ: અમદાવાદના સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. તેઓ અમદાવાદનાં જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા...
ગાંધીનગર: સુરત (Surat) રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીનો (Coldness) અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ કડકડતી ઠંડીની આગાહી કરી...
પોતાના ફેમિલી બિઝનેસને સતત ઇનોવેશનથી મોટો બનાવી કૃષિ યાંત્રીકીકરણ ફિલ્ડમાં નાનું અને મલ્ટીપર્પઝ ટ્રેક્ટર બનાવનાર કેપ્ટન ટ્રેકટર ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર રાજેશભાઈનું નામ...
બનાસકાંઠા: મોરબી(Morbi)માં બનેલી બ્રિજ દુર્ઘટના(Bridge Collapse)નાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી ઘટના...
એક કહેવત છે -’ બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના.’ આ કહેવત જેણે પણ તૈયાર કરી ત્યારે તેઓએ ખૂબ કાળજી લીધી હતી. તેમણે એવું...
આણંદ : આણંદ નગરપાલિકાનો વહીવટ કેટલો અણઘણ છે, તે છેલ્લા બે મહિનાથી સર્જાયેલી પાણીની સમસ્યાથી જોઇ શકાય છે. બોરસદ ચોકડી પર બ્રિજ...
એડિલેડ: ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અત્યંત રોમાંચક મેચમાં છેલ્લી બોલે ભારત માત્ર 5 રનથી જીત્યું હતું. વરસાદ, તોફાની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે. દરેક રાજકીય પક્ષો પોતાનાં હથિયારો સજાવી પ્રચારકાર્યમાં લાગેલા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી...
મોરબીમાં જે ઘટના ઘટી તે ઘૃણાસ્પદ છે. સૌ સદ્ગતના આત્મા અને પરિજનોની શાંતિ અર્થે પ્રાર્થના. આ દુર્ઘટના સાથે સંકળાયેલ વ્યક્તિઓ કે સંસ્થાને...
નવી દિલ્હી: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 8 નવેમ્બર 2022ના રોજ થવા જઈ રહ્યું છે. અગાઉ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા...
મુંબઈ: 30 વર્ષ પહેલા ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડના (Bollywood) બાદશાહ (king) શાહરૂખ ખાનના (Shahrukh Khan) ઘર ‘મન્ન્ત’ની (Mannat) બહાર 1...
વલસાડ: વલસાડથી (Valsad) વડનગર (Vadnagar) એક્સપ્રેસ ટ્રેનનું (Express Train) આજે લોકર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોએ વલસાડથી...
તાજેતરમાં મોરબી ખાતે બનેલી ગોઝારી ઘટના પછી અનેક તર્ક વિતર્કો, અભિપ્રાય,કોમેન્ટ પ્રસિદ્ધ થતી રહી. દરેકના સૂર અલગ અલગ જોવા મળ્યા. કોઈએ નબળું...
ગાંધીનગર: ગુજરાતમાં ગમે તે ઘડીએ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા હોવાના પગલે છેલ્લાં પંદરેક દિવસથી રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં બદલીના આદેશ...
સુરત : નેશનલ મેડિકલ કમિશને (National Medical Commission) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ની સ્મીમેર મેડિકલ કોલેજ (Smimmer Medical College) ની...
રાજકોટ: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) રવિવારે સાંજે ગોઝારી ઘટના સર્જાઈ હતી. મોરબીનો ઝૂલતો પુલ (Jhulto bridge) ધરાશાયી થતાં સેકન્ડોની અંદર જ પુલ...
સુરત : વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલા વધુમાં વધુ કામો મંજૂર કરી રહેલા સુરત મનપાના શાસકોએ જાહેરબાંધકામ સમિતિની મીટિંગમાં...
મોરબી : મોરબી(Morbi)માં બ્રિજ ધરાશાયી(Bridge Collapsed) થયાના ત્રણ દિવસ પછી ખરાબ સમારકામ માટે જવાબદાર OREVA કંપનીના માલિકો(Owners) હજુ પણ ગુમ છે. ધ ઓરેવા...
સુરત (Surat) : સુરત શહેરના અડાજણ નજીક પાલ વિસ્તારમાં આવેલી ગ્રીનસિટી સોસાયટીની કામવાળીઓએ અચાનક જ સ્ટ્રાઇકની જાહેરાત કરી દેતા અહીં રહેતી ગૃહિણીઓ...
સુરત: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનું દૂષણ વધી રહ્યું છે. ઉમરા પોલીસે પાર્લેપોઈન્ટ પાસે ફેમિલી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને ઝડપી પાડી મેનેજર,...
નવી દિલ્હી: વિન્ડફોલ ટેક્સ (Windfall Tax) એવી કંપનીઓ (companies) અથવા ઉદ્યોગો (industries) પર લાદવામાં આવે છે કે જે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં ઉંચો...
તાઇવાનની ફોક્ષ્કોમ અને અનિલ અગ્રવાલના વેદાન્તાના સંયુક્ત સાહસે ભારતમાં પહેલો સિલિકોન ફેબ્રિકેશન પ્લાન્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં નાંખવાનો નિર્ણય લેતાં ગુજરાત ગવર્નમેન્ટે આ...
એક દિવસ એક હીરાના વેપારી શેઠાણી પેઢી પર લૂંટ કરવાના ઈરાદાથી ચાર શખ્સ આવ્યા, હથિયાર દેખાડી હીરા માંગ્યા. શેઠના બે નોકરોએ જાનની...
નવી દિલ્હ: ભારતીય ટીમ (Indian Team) T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) આજે તેની ચોથી મેચ રમવાની છે. આ મેચ...
બ્રિટનના ભારતીય વંશના પ્રથમ વડા પ્રધાન રિશી સુનાક અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા સાથે સૌ પ્રથમ વાર તા. 27મી ઓકટોબરે...
મોરબી: મોરબી(Morbi)માં રવિવારે (30 ઓક્ટોબર)ના રોજ થયેલી બ્રીજ દુર્ઘટના(Bridge Tragedy)મામલે પોલીસે(Police) સ્થાનિક કોર્ટ(Court)માં તેમનું નિવેદન નોંધાવ્યું હતું. તપાસનીશ અધિકારી અને મોરબીના નાયબ પોલીસ અધિક્ષક...
ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી...
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (ED) એ ઝારખંડ(Jharkhand)ના મુખ્યમંત્રી(CM) હેમંત સોરેન(Hemant soren)ને સમન્સ પાઠવ્યું છે. આ સમન પીએમએલએ|(PMLA)ના કેસમાં ગેરકાયદેસર ખનનને લઈને...
યુગાન્ડાના આર્મી ચીફે તુર્કીયે પાસેથી લગ્ન કરવા ‘સૌથી સુંદર મહિલા’ ની માંગણી કરી, કહ્યું- રાજદ્વારી સંબંધો..
‘ઓયે ઓયે’ વિવાદમાં નવો વળાંક: ત્રિદેવના ગીતો વિના પરવાનગી ઉપયોગ કર્યાનો Aditya Dhar પર ગંભીર આરોપ
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વર્લ્ડ બેંકની ચેતવણી, ‘હજુ ખરાબ દિવસો બાકી’
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, ઓનલાઈન-ઓફલાઈન નોંધણી શરૂ થશે, બાલતાલ અને પહેલગામથી શરૂ થશે પ્રવાસ
ચીનની ચાલ પર ભારતનો પ્રહાર, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું હતું, છે અને રહેશે’
IPLમાં ગુજરાત ટાઇટન્સનો કમબેક, ગિલ-બટલર ચમક્યા, લખનઊ સામે 7 વિકેટે જીત મેળવી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી જંગ, લોકશાહીના પર્વ માટે વહીવટી તંત્ર સજ્જ, EVM મશીનોનું ફાળવણી પત્રક જાહેર
ઉનાળાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું,ગરમીનો પારો વધીને 40.4 ડિગ્રીએ પહોંચ્યો :
પ્રદેશના નેતાઓની સામે જ ભાજપની શિસ્તના લીરેલીરા; મહિલા પ્રમુખે સિંધી સમાજની ઉપેક્ષાનો બળાપો કાઢ્યો
અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકશે: ટોલ ચૂકવવાનો ઇનકાર, ઈરાને કહ્યું- ટોલ ચૂકવવો ફરજિયાત
દિલ્હીમાં પેટ્રોલ સ્કૂટી-બાઈક પર પ્રતિબંધ: EV માટે સરકારનો મોટો પ્લાન, ઓલા-ઉબરને પણ ઝટકો
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એક યુગનો અંત: અલવિદા આશા ભોંસલે

સુરત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food And Drug Department) અને સુરત પોલીસની (Surat Police) એસઓજી ટીમે આજે વરાછાના એક મેડીકલ સ્ટોરના (Medical Store) માલિકની ધરપકડ કરી છે. આ મેડીકલ સ્ટોર પર ડ્રગ વિભાગ અને એસઓજીએ દરોડા પાડ્યા ત્યારે મેડીકલ સ્ટોરનો માલિક ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર જ દવા વેચતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત નશો કરવા માટે ગેરકાયદે રીતે ઉપયોગમાં લેવાતી હોય તેવી ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ તેમજ સીરપની બોટલો પણ મેડીકલ સ્ટોરમાંથી મળી આવી હતી. પોલીસે મેડીકલ સ્ટોરના માલિકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે સુરત એસઓજી પોલીસને સાથે રાખી આજે પર્વત ગામ ખાતે આવેલા પ્રમુખ ડોક્ટર હાઉસમાં આવેલા મેડીકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાઈ થઈ રહ્યું હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. મેડીકલ સ્ટોરમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી પહેલાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક ડમી ગ્રાહકે પ્રિસ્ક્રીપ્શન વગર મેડીકલ સ્ટોર પર જઈ નશાકારક દવાઓની માગણી કરી હતી. મેડીકલ સ્ટોરના સંચાલકે કોઈ પણ પૂછપરછ કર્યા વિના ડમી ગ્રાહકને તે દવાનું વેચાણ કર્યું હતું. આમ આ મેડીકલ સ્ટોર પર પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક દવાનું વેચાણ થતું હોવાની ખાતરી થતા પોલીસ મેડીકલ સ્ટોર પર પહોંચી ગઈ હતી અને મેડીકલ સ્ટોરના સંચાલક માલિક સ્વરૂપ જલારામ દેવાસી (ઉં.વ. 21, રહે. લક્ષ્મીનગર, રેણૂકા ભવન પાસે, વરાછા, મૂળ વતન, માલપુરી, પાલી રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
પ્રિસ્ક્રીપ્શન વિના આ દવાઓનું વેચાણ કરતા ઝડપાયો
શહેરમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ, સીરપ અને કેપ્સ્યૂલ્સનું બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા પોલીસ દ્વારા શહેરના મેડીકલ સ્ટોર્સ પર વોચ રાખવામાં આવી હતી. દરમિયાન પૂણા પર્વત ગામ વિસ્તારમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વિના વેચાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજીના અધિકારીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સંજય સાવલીયાને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ત્યારે પર્વત ગામ પ્રમુખ ડોક્ટર હાઉસમાં બ્લૂમુખ મેડીકલ સ્ટોર પર ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. મેડીકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રીપ્શન વિના આ ડમી ગ્રાહકને નશાકારક દવાનું વેચાણ કર્યું હતું. મેડીકલ સ્ટોર પર અલ્પાઝોલમ, ટ્રામાડોલ, ટેબલેટ અને કેપ્સ્યુલ નંગ 36 ટી અને નશાકારક કોર્ડન સિરપ બોટલ નંગ 16 મળી આવી હતી. આ ઉપરાંત ટ્રામાડોલ, કોડી ક્યોર ટોરેક્ષ, કોડીસ્ટાર વિગેરેનો જથ્થો પણ મળી આવ્યો હતો.
