Business

 “સમય સમયે ઘટતી ગોઝારી ઘટનામાંથી શું બોધપાઠ લેવો જોઇએ’’

તાજેતરમાં મોરબી ખાતે બનેલી ગોઝારી ઘટના પછી અનેક તર્ક વિતર્કો, અભિપ્રાય,કોમેન્ટ પ્રસિદ્ધ થતી રહી. દરેકના સૂર અલગ અલગ જોવા મળ્યા. કોઈએ નબળું કામ, કોન્ટ્રાકટની /તંત્રની બેદરકારી વગેરે, વગેરે. આવી ઘટના પ્રથમ વારની નથી. અગાઉ ધાર્મિક સ્થળોએ, કુંભમેળામાં પણ જાનહાનિ તો કેટલાંક સ્થળોએ હોડી ડૂબી જવાની ઘટનામાં બનવા પામી હતી. કુદરતી આપત્તિના કારણે જાનહાનિ થાય એ સમજી શકાય, પણ માનવસર્જીત બેદરકારી, ખામીના કારણે થાય એ વર્ષો સુધી યાદો માનસપટ પર અંકિત થયેલી રહે છે.

મોરબી ખાતેની ઘટનામાં પુલની ક્ષમતા કરતાં વધારે લોકોને પ્રવેશ આપ્યો એવું જાણવા મળ્યું તો વળી કેટલાંક આને વર્ષો જૂના પુલનું રીપેરીંગ કામ થયા પછી ન વાંધા પ્રમાણપત્ર મેળવ્યા વગર શરૂ કરી દેવામાં આવ્યો. જે હોય તે, પણ માનવખુવારી, જાનહાનિ થઈ એની ખોટ કોઈ પુરી કરી શકે તેમ નથી. આવી દુર્ઘટનામાં સ્થાનિકો તરત મદદે આવી જાય છે. સમગ્ર તંત્ર કામે લાગી જાય. પણ કેટલાક કિસ્સાઓમાં એવું અનુભવે જણાય કે કોઈ સ્થળોએ મોટી ભીડ હોય તો ઓળખાણનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવે.

આવી ઘટના બને પછી જે કાયદા, નિયમો બને તેમાં નિર્દોષ લોકોને પછી સહન કરવું પડે એટલે કોઈ પણ જાહેર સ્થળોએ જાહેર જનતાનો વધુ પડતો ધસારો થવાની સંભાવના હોય ત્યારે લોકો જો જાતે જ નિયમોનું પાલન કરે કે બિનજરૂરી જોખમી સ્થળોએ સંપૂર્ણ ખાતરી કર્યા પછી જાય. કેમકે માનવ સ્વભાવ છે એટલે હરવા ફરવાનું બંધ તો ન કરાય, પણ તકેદારી જરૂર બન્ને પક્ષે રખાય. આ ઘટના ઉપરથી શું બોધપાઠ લેવો તે લોકો ઉપર જ છોડી દઈએ અને આ દુર્ઘટનામાં અવસાન પામેલને શ્રદ્ધાંજલિ તેમજ ઇજા પામેલ ઝડપથી સજા થાય.
સુરત                 – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top