Vadodara

શીનોરના આનંદી સેન્ટરના 58 વિદ્યાર્થીનું પરિણામ સ્થગિત કરાયું

સામૂહિક ચોરીની ફરિયાદ બાદ બોર્ડ દ્વારા પગલું લેવાતા વિદ્યાર્થીઓ અટવાયા


ડભોઇ: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી શાળાના બે બ્લોકના ૫૮ વિદ્યાર્થીનું પરિણામ બોર્ડ ધ્વારા સ્થગિત કરાતા વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ જોવા મળી રહયો છે
જાણવા મળ્યાં મુજબ શિનોર તાલુકાના આનંદી શાળાના બે સેન્ટર માં સામુહિક ચોરીની ફરિયાદ ઉઠી હતી. જેમાં જે તે વખતે જિલ્લા શિક્ષણ અધિકારી ધ્વારા શિક્ષાત્મક પગલાં લીધા હતા. જેથી સેન્ટર સુપરવાઈઝર ધ્વારા આત્મહત્યા નો પ્રયાસ થયો હતો. બોર્ડ ધ્વારા પુનઃ પરીક્ષા લેવાનું વિચારણા હેઠળ હોવાથી ૫૮ વિદ્યાર્થીનું ભાવિ લટકી ગયું છે. ત્યારે બોર્ડ વહેલી તકે વિદ્યાર્થીના ભાવિને ધ્યાન માં યોગ્ય નિર્ણય કરે એવી માંગ વાલીઓ માં ઉઠવા પામી છે.

Most Popular

To Top