Business

ગોલ્ડ લોન લેવાનું વિચારો છો?, તો પહેલાં જાણી લો RBIનો નવો નિયમ

નવી દિલ્હી: દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે. વધુ પડતા રોકડ પ્રવાહને ટાળવા માટે આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને સોનાના બદલામાં રૂ. 20,000 થી વધુ રોકડ ન આપવાની સૂચના આપી છે. આ સપ્તાહની શરૂઆતમાં આરબીઆઈએ ગોલ્ડ લોનના વિતરણ અને મંજૂરી પર પ્રતિબંધ મૂક્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) ને ઈન્કમ ટેક્સ નિયમો અનુસાર જ કામ કરવા માટે નિર્દેશ આપ્યો છે. નાની ફાઇનાન્સ કંપનીઓને આવકવેરા કાયદાની કલમ 269SSનું પાલન કરવાની સલાહ રિઝર્વ બેન્કે આપી છે. આવકવેરા કાયદા અનુસાર સોનાના બદલામાં માત્ર 20,000 રૂપિયા સુધીની રોકડ જ આપી શકાય છે.

કલમ 269SS મુજબ કોઈપણ વ્યક્તિ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા ચુકવણી કરી શકે છે. જો અન્ય કોઈ વ્યક્તિ ડિપોઝિટ અથવા લોનની રકમ ન લઈ શકે. ખરેખર તો સેન્ટ્રલ બેંકને IIFL ફાઇનાન્સના નિરીક્ષણ દરમિયાન કેટલીક સમસ્યાઓ ધ્યાનમાં આવી, જેના પછી બેંકે આ નિર્ણય લીધો છે.

આરબીઆઈના આ નિર્ણય પર ટિપ્પણી કરતા મણપ્પુરમ ફાઈનાન્સના એમડી અને સીઈઓ વીપી નંદકુમારે જણાવ્યું હતું કે તેણે રોકડ લોન આપવા માટે રૂ. 20,000ની મર્યાદાને આવકારી છે. ઈન્ડેલ મનીના સીઈઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે બેંક ટ્રાન્સફરમાં સીમલેસ ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા માટેના તાજેતરના આરબીઆઈના નિર્દેશનો હેતુ એનબીએફસી સેક્ટરમાં અનુપાલન વધારવાનો છે.

જ્યારે આનાથી પારદર્શિતા અને બહેતર અનુપાલન થઈ શકે છે અને ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત તરફ યોગ્ય દિશામાં એક પગલું છે. તે ગ્રામીણ ભારતની અનુકૂલનક્ષમતાને ધીમું કરી શકે છે, જ્યાં ઘણી વ્યક્તિઓ ઔપચારિક મુખ્ય પ્રવાહનો ભાગ નથી.

Most Popular

To Top