Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: બારડોલીના (Bardoli) તેન ગામની સીમમાં સાઈ રિવર સોસાયટીની સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી(Mindhola River) 15 વર્ષીય તરુણીની લાશ (Death B,ody) મળી આવી હતી. તરુણી ગાંધી રોડ પર આવેલા આશિયાનાનગરમાં રહેતી હોવાની ઓળખ થઈ હતી. તેણી વહેલી સવારે માતા અને તેનાં ભાઈ-બહેનોને ઘરમાં ગોંધી ક્યાંક નીકળી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે બારડોલીના તેન ગામની સીમમાં આવેલી સાઈ રિવર સોસાયટી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં કોઈ યુવતીની લાશ તણાઇ આવી હોવાની જાણ બારડોલી પોલીસને થતાં બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.

પુત્રીની માનસિક હાલત સારી ન હતી. આથી તેણીએ આવું પગલું ભર્યું
આશિયાનાનગરમાં રહેતો દાઉદભાઈ નિઝામભાઈ ઔધંકર તેણી પુત્રી ગુમ થઈ હોવાની અરજી લખાવવા માટે આવ્યા હતા. ટેમ્પોમાં લાશ લઈ આવેલો ચાલક પણ તે સમયે ઓફિસમાં પહોંચ્યો હતો અને તેણે લાશનો ફોટો બતાવતા દાઉદભાઈએ આ તેમની જ પુત્રી હોવાની ઓળખ કરી હતી. તેમની પુત્રી સફિયા દાઉદ નિઝામ ઔધંકર (ઉં.વ.15) સોમવારે સવારે 8 વાગ્યે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેણી તેની માતા અને ભાઈ-બહેનોને ઘરમાં પૂરીને જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનોએ તેણી શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની પુત્રીની માનસિક હાલત સારી ન હતી. આથી તેણીએ આવું પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યુ હતું.

To Top