સુરતમાં આમ આદમી પાર્ટીએ BJPનાં પરસેવા પાડ્યાં, કોંગ્રેસ પર ફેરવી ઝાડૂ

સુરતની 120 બેઠકો માટે બપોરે 3 કલાકે આવેલા સમીકરણો મુજબ સુરતમાં લગભગ ભગવો લહેરાઈ ચક્યો છે પરંતુ આ ભગવાને ઝાડૂએ પરસેવા પડાવી દીધા છે. તદ્દન ચોંકાવનારા પરિણામો મુજબ સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડી રેસમાં આગળ નિકળી ગઈ છે. સુરતમાં વોર્ડ નંબર ૧, ૬, ૧૦, ૧૩, ૧૪, ૧૫, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ૨૯, ૨૪ માં બીજેપી જીતી ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૨, ૪, ૧૬માં આપની પેનલ જીતી ગઈ છે. વોર્ડ નંબર ૮ માં આપ.ના ૧ અને બીજેપીના ૩ ઉમેદવાર જીત્યા છે. વોર્ડ ૭ માં ૨ બીજેપી તેમજ ૨ સીટ પર આપ આગળ ચાલી રહ્યું છે. વોર્ડ ૧૯ માં બીજેપી ની પેનલ આગળ છે. વોર્ડ નંબર ૨૦ માં કોંગ્રેસ ૩ માં બીજેપી ૧ માં આગળ છે જ્યારે વોર્ડ નંબર ૩ અને ૯ની ગણતરી હાલ ચાલુ નથી થઈ.

સુરતમાં આમ આદમી પાર્ટીએ BJPનાં પરસેવા પાડ્યાં, કોંગ્રેસ પર ફેરવી ઝાડૂ

ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની (Municipal Corporation) ચૂંટણીનાં ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યાં છે. બપોરે 3 કલાક સુધીમાં ભાજપ મોટાભાગની બેઠકો કબ્જે કરવા તરફ છે પરંતુ આ વખતના પરિણામે ચોક્કસથી જ ભાજપના પરસેવા પાડી દીધા છે. આમ આદમી પાર્ટીનું ચોંકાવનારું પ્રદર્શન ઉડીને આંખે વળગે તેમ છે. બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ હતી. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. સુરતના વોર્ડ નંબર 2, 4 અને 16 માં આપની પેનલ જીતી ગઈ છે. જ્યારે વોર્ડ નંબર 7 માં આપ બે સીટ પર આગળ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ BJPનાં પરસેવા પાડ્યાં, કોંગ્રેસ પર ફેરવી ઝાડૂ

સુરત કોંગ્રેસ પર ઝાડૂ ફરી

સુરત (Surat) મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાં અત્યાર સુધીમાં જે પરિણામ જોવા મળી રહ્યાં છે તે જોતા સ્પષ્ટ છે કે આ વખતે સુરત મહાનગર પાલિકાની બોર્ડની બેઠકમાં મુખ્ય વિપક્ષની ભૂમિકા આમ આદમી પાર્ટી ભજવશે. જ્યારે કોંગ્રેસ બીજી વિપક્ષી પાટી બની રહેશે. જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ તરફની નારાજગીનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો હોય તેવું લાગે છે. પરિણામોને જોતા લોકોમાં ચર્ચા છે કે સુરત કોંગ્રેસ પર આપની ઝાડૂ ફરી ગઈ છે.

બપોરે 3 વાગ્યા સુધીનો ટ્રેન્ડ

BJP: 86
Congress: 7
AAP: 23
Others: 0
Total: 116 (120)

Related Posts