Madhya Gujarat

શહેરા તાલુકામાં બે રોકટોક રેતી ખનન ચાલી રહ્યું છે

       શહેરા: શહેરા તાલુકાનુ છેવાડાનુ ગામ  ઉડાંરા પાસે પસાર થતી પાનમ નદીમાં  ખાન ખનીજ વિભાગના મંજૂરી વગર મોટા પાયે  રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં  ખાણખનીજ વિભાગ એ અહી કોઈજ  કાર્યવાહી નહી કરતાં સરકારી તિજોરીને  નુકશાન જઈ રહયુ છે. પાનમ નદી મા આવેલ લીઝ ની માપણી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી હતી.

શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ  નદીમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન ના કરીને રેતી કાઢી ને ટ્રેકટર  સહિતના વાહનોમાં હેરાફેરી થઈ રહી છે.પાછલા કેટલાક મહિનાઓથી આ પાનમ નદીમાં  રેતી ખનન થઈ રહયુ હોવા છંતા ખાન ખનીજ વિભાગ સહિતના  જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી  નથી.

નદીમાંથી મોટા પ્રમાણ માં દિવસ દરમિયાન રેતી  કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં  હેરાફેરી થતી હોવાથી ગામના રસ્તાઓ ને પણ નુકશાન પહોંચવા સાથે રસ્તાઓ ઉબડ ખાબડ બનતા નાના-મોટા વાહન  ચાલકો ને અહીથી પસાર થતી વખતે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

અહી મોટા માથાઓ દ્વારા ખનીજ ચોરી થતી હોવાથી ખનીજ વિભાગ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહયુ છે. આ નદીમા  આવેલ રેતીની  લીઝ પાછલા કેટલાક દિવસોથી બંધ છે. લીઝના   માલિક દ્વારા રેતી કાઢવવા માટે  આડેધડ ખોદકામ કરતાં નદી મા મોટા ખાડાઓ પડી ગયા હતા.સાથે લીઝની માપણી કરવામા આવે તે હાલની પરિસ્થિતિ ને  જોતા અત્યંત જરૂરી હોવા સાથે અહીના લોકો પણ ઇચ્છી રહયા છે.

પાનમ નદીની  સુંદરતા પહેલા જે જોવા મળી રહી હતી.તે હવે જોવા નહી મળતા પ્રકૃતિ પ્રેમીઓ મા સબંધિત તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.તાલુકાના નાડા સહિતના ગામોમાં રેતીની લીઝો ખાન ખનીજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી નથી.

ત્યારે પાનમ નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી  તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરી સાથે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું અટકી શકે તેમ છે. ખાણ ખનીજ વિભાગ  સરકારી તિજોરીને નુકશાન કરનાર ખનીજ માફીયાઓ સામે  પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે તેતો જોવુજ બની રહયુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top