Top News

More Posts

   The Latest

Most Popular

          દાહોદ/કાલોલ: દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ નજરે પડતું હતું ત્યારે ઘણા ગામો તેમજ તાલુકાઓમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ કમોકમી અમી છાટાને કારણે ખેડુત આલમમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તફર હવામાન વિભાગ દ્વારા તારીખ ૧૮ થી ૨૧ ફેબ્રુઆરી સુધી આવું વાતાવરણ રહેશે તેવી આગાહી પણ જાહેર કરી છે.

વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં કાળા વાદળો સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દાહોદ તાલુકાના કતવારા, બોરખેડા, લીલર, ખંગેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતાં લોકોમાં કુતુહલ પણ સર્જાયું હતું.

એકક્ષણે આ સ્થળોએ સિમલા, મનાલી જેવો માહોલ જાેવા મળ્યો હતો.  આ હિમ વર્ષાને પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું તો બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેડુતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ખેડુતોને પાકમાં પાકને નુકસાન થવાની ચિંતા ખેડુતોમાં જાેવા મળી હતી.

વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે આવેલા કમોસમી વરસાદ સાથે કાલોલ તાલુકાના પીંગળી, હમીરપુરી ,જેલી, કાનોડ, મોકળ પંથક ના વિસ્તારમાં બરફ ના કરા પડયા હતા ખેડૂતો ને કમોસમી વરસાદ નો સામનો કરવાના દિવસો આવ્યા હતા.

હાલમાં ખેતીવાડીમાં ચોમાસું બાજરી, ડાંગર, તુવેર, તલ, મગ, અડદ જેવા ઉભા ઉપરાંત   તમાકુ, ઘઉં જેવા પાકોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. ચૂંટણી હોવા ઉપરાંત લગ્નસરાના પ્રસંગો હોવાથી લગ્ન સહીત ચૂંટણી પ્રચાર ના આયોજનો પર પાણી ફરી વળ્યા હતા.

To Top