National

‘રાજકુમારોના ઘરે ટેમ્પોમાં કેટલો માલ પહોંચ્યો?’ અદાણી-અંબાણી વિશે PM મોદીનો કોંગ્રેસને કટાક્ષ

નવી દીલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) ચોથા તબક્કા માટે પીએમ મોદી (PM Modi) હાલ તોફાની પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8 મે 2024ના રોજ તેલંગાણા (Telangana) પહોંચ્યા હતા. જ્યાં કરીમનગરમાં જનસભાને (Public Meeting) સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાને જાહેર સભામાં કોંગ્રેસને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, “વર્ષોથી કોંગ્રેસના રાજકુમારો દિવસ-રાત અંબાણી અને અદાણીના નામ લેતા હતા, પરંતુ જ્યારથી ચૂંટણી શરૂ થઇ છે, તેમણે અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. ભારતના રાજકુમારને અદાણી અને અંબાણી પાસેથી કેટલું કાળું નાણું મળ્યું? કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા છે?’’

‘જનતા એનડીએના વિજયરથને આગળ લઈ જઈ રહી છે’
જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાને દાવો કર્યો હતો કે લોકોના આશીર્વાદથી ભાજપ અને એનડીએ ઝડપથી વિજય રથને આગળ લઈ જઈ રહ્યા છે. તેલંગાણામાં ભાજપની જીત પહેલાથી જ સુનિશ્ચિત થઈ ગઈ છે. અહીં કોંગ્રેસની હાર નિશ્ચિત છે. આ વિસ્તારમાં ખુબ મુશ્કેલીથી કોંગ્રેસ કોઈ ઉમેદવારને ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં સફળ રહી છે.

પીએમ મોદીના કોંગ્રેસ પર આક્ષેપો
પીએમએ કહ્યું કે ભાજપ હંમેશા નેશન ફર્સ્ટના સિદ્ધાંત પર કામ કરે છે. જ્યારે કોંગ્રેસ અને BRS પહેલા પરિવાર પર કામ કરે છે. તેમનો રાજકીય પક્ષ “બાય ધ ફેમિલી, ફોર ધ ફેમિલી અથવા ટુ ધ ફેમિલી” પર ચાલે છે. કોંગ્રેસ અને બીઆરએસમાં કોઈ ફરક નથી. બંને પક્ષો ભ્રષ્ટાચારને વધારે છે.

ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે
PMએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તમારા વોટના કારણે દેશમાં વિકાસ થઇ રહ્યો છે. તમારા એક મતે જમ્મુ-કાશ્મીરમાંથી 370 નાબૂદ કરી. તમારા એક મતથી ભારત સંરક્ષણ આયાતકાર નહીં પરંતુ નિકાસકાર બની ગયું છે.

પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતમાં પણ ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું, તેમજ હું ગુજરાતમાં બધી ચૂંટણી જીતતો હતો. તેમજ ગુજરાતમાં પણ મેં આટલી મોટી રેલીનું આયોજન કર્યું નથી કે જોયું નથી, જેટલું મેં અહીં તેલંગાણામાં જોયું છે. તમે આટલી મોટી રેલી કાઢી તે બદલ હું તમને વંદન કરું છું.

Most Popular

To Top