Gujarat

ગુજરાતમાં 10 વર્ષમાં થયું સૌથી ઓછું મતદાન, જાણો કઈ બેઠક પર કેટલું ઘટ્યું?

ગાંધીનગર: ગઈકાલે તા. 7 મે ને મંગળવારે રોજ લોકસભા 2024ની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બે બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની 9 બેઠકો પર પણ મતદાન થયું હતું.

1961થી 2109 સુધીના મતદાનના આંકડા

ગુજરાતની વાત કરીએ તો પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે. વર્ષ છેલ્લી 2019 લોકસભા ચૂંટણીના આંકડા સાથે સરખામણી કરીએ તો ઘણું ઓછું મતદાન થયું છે.

આ વખતે સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું છે. ગઈ બે ટર્મની વાત કરીએ તો 2014માં 63.66 ટકા અને 2019માં સરેરાશ 64.51 ટકા મતદાન થયું હતું. 2024માં મતદાનની ટકાવારી 59.51 થઈ છે , એટલે કે મતદાનમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્ષત્રિયોનો વિરોધ ઉપરાંત મે મહિનાની આકરી ગરમીની માઠી અસર મતદાન પર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ ગુજરાતની કઈ બેઠક પર કેટલું મતદાન થયું..

બેઠક20192024
ગાંધીનગર65.5755.65%
કચ્છ (SC)58.22%55.05%
બનાસકાંઠા64.69%64.69%
પાટણ61.98%57.88%
અમદાવાદ પશ્ચિમ (SC)60.37%54.43%
રાજકોટ63.15%59.60%
પોરબંદર56.79%51.79%
જામનગર60.70%57.17%
આણંદ66.79%63.96%
ખેડા60.68%57.43%
પંચમહાલ61.73%58.65%
દાહોદ (ST)66.18%58.66%
ભરૂચ73.21%68.75%
બારડોલી (ST)73.57%64.59%
નવસારી66.10%59.66%
સાબરકાંઠા67.24%63.04%
અમદાવાદ પૂર્વ61.32%54.04%
ભાવનગર58.41%52.01%
વડોદરા67.8661.33%
છોટા ઉદેપુર73.44%67.78%
વલસાડ75.21%72.24%
જૂનાગઢ60.74%58.80%
સુરેન્દ્રનગર57.85%54.45%
મહેસાણા65.37%59.04%
અમરેલી55.75%49.22%
કુલ : 25 બેઠક64.12%59.49%

Most Popular

To Top