Vadodara

મહાપાલિકાની ચૂંટણીમાં હજુ સુધી મતદારોને સ્લીપ મળી નથી

વડોદરા : વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવા સીમાંકન પ્રમાણે યોજાનાર ચૂંટણી માટે કોરોનાને કારણે બુથની સંખ્યામાં ગત ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં 1295 કરવામાં આવ્યા છે. મતદારોને ચંટણીની સ્લીપો રાજકીય પક્ષો દ્વારા હજી સુધી મળી ન હોવાથી મતદારો અવઢવમાં મૂકાયા છે.

19 વોર્ડની 76 બેઠકો માટે નવા સીમાંકન મુજબ ચૂંટણી તા.21મીના રોજ યોજાનાર છે. નવા સીમાંકન પ્રમાણે કોવિડના કારણે મતદાન મથકોની સંખ્યા 2015ની ચૂંટણીની સરખામણીએ 1295 જેટલી  કરવામાં આવી છે.

જેના કારણે મતદાન થકો પણ બદલાય છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા અને લોકસભાની જેમ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોને સ્લીપ આપવામાં આવતી નથી. જોકે, હજી સુધી ફોટો પુરવણી સાથે મતદાર યાદી પણ કેટલાક મતદારોને જોવા મળી નથી.

સીમાંકન બાદ વોર્ડ અને મતદાન મથકના મુદ્દે કયા મતદાન કરવા જવું તેને લઈ ગૂચવાયેલા જોવા મળી રહ્યા છે. જ્યોર રાજકીય પક્ષો દ્વારા મતદારોના નામ અને મતદાન મથક સાથેની સ્લીપ હજી સુધી પહોંચતી કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચૂંટણીના દિવસે કેટલાક મતદારો જાગૃત થતા હોય છે.

મતદાર યાદીમાં નામ છે કે, નહીં તે અગાઉથી ચકાસ્યું ન હોવાથી કેટલીક વખત મતદાન મથક પરથી યાદીમાં નામ નહીં મળતા મતદાન કર્યા વગર પાછું જવું પડે છે. સામાન્ય રીતે જે તે વિસ્તારમાં મતદારો સહેલાઈથી પહોંચી શકે તેવી રીતે નજીકમાં મતદાન મથકો હોવા જોઈએ. પરંતુ મતદાન મથક દૂર હોવાથી કેટલાક મતદારો મતદાન કરવાનું ટાળતાં હોય છે.

દર વર્ષે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે તે બુથ પર જઈ સુધારા-વધારા સહિતની કામગીરી કરાય છે. જ્યારે હવે ઓનલાઈન પણ પોતાના નામની તપાસ કે સુધારા વધારા કરાવી શકાય છે. મતદાન માટે સૌથી સહેલુ કાર્ય મતદાર સ્લીપોનું છે.

જો સ્લીપો પુરેપુરી મતદારો સુધી પહોંચી ગઈ હોય તો તે સ્લીપના આધારે કયા બૂથ ઉપર મતદાન કરવા જવું તે મતદાર માટે સહેલું થઈ પડે છે. પરંતુ આ વખતેની ચૂંટણીમાં હજુ સુધી સ્લીપોની વહેંચણી થઈ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top