Madhya Gujarat

શહેરામાં 16154 મતદારો મત આપશે

શહેરા: શહેરા નગર વિસ્તારમાં નગર પાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો નથી. નગર વિસ્તારમાં આવેલ 6 વોર્ડના 22બેઠકો પર ભાજપ અને અપક્ષ ના 44 જેટલા  ઉમેદવારો ચૂંટણી મેદાનમા છે. આ વખતની ચૂંટણીમાં મતદારો પણ વીતેલા સમયને  યાદ કરીને પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરશે.

શહેરા નગર પાલિકાની ચૂંટણી મા 6 વોર્ડમા પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ ૧૬,૧૫૪ મતદારો આ વખતની ચુંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર છે, આ વખતની ચૂંટણીમા કોંગ્રેસ અદ્રશ્ય થતા ભાજપ અને અપક્ષના 44 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહયો છે. નગર વિસ્તારમાં જોઈએ તેટલો ચૂંટણી નો માહોલ જોવા મળી રહયો નથી.

ત્યારે મતદારો આ વખતની ચૂંટણીમા પરિવર્તન તો ઇચ્છી રહયા નથી કે શું ? નગર ના વિવિધ વોર્ડ ના મતદારો આ વખતની ચૂંટણી મા ગત વખતની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો એ તેમની  સમસ્યા કેટલી હલ કરવા સાથે વિકાસ ને ધ્યાનમાં લઈને તેમજ  કેટલી વખત ઉમેદવારોએ  મુલાકાત લીધી તેવા અનેક વિચારો સાથે  પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તો નવાઈ નહી.

નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો અપક્ષના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે.વોર્ડ નંબર 2 મા ભાજપ ની સક્રિય મહિલા કાર્યકર સુશીલા બેન મારવાડી આ વખતની ચૂંટણીમા   અપક્ષ માથી  ઉમેદવારી કરીને ભાજપ ના ઉમેદવાર ને હરાવવા માટે  એડી ચોટીનુ જોર લગાવી રહયા છે. તેઓ જણાવી રહયા છે કે મારી જીત પાકી હોવા સાથે મારા મત વિસ્તારના મતદારો પણ મારી સાથે છે.

નગર  પાલિકા ની ચૂંટણી ને લઈને ચૂંટણી કચેરી દ્વારા  શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની તૈયારીઓ  શરૂ કરી દેવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top