Vadodara

વડોદરા: પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રુ.3.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા તા. 9
લોકસભાની ચૂંટણી પત્યા બાદ બુટલેગર ફરી સક્રિય બન્યા અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.વિદેશી દારૂ ભરેલી ગાડી વાયા વડોદરા થઈ સુરત જતી હતી દરમિયાન જિલ્લા એલસીબી ની ટીમે હાલોલ વડોદરા રોડ ઉપર આમલીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી હતી.વિદેશી દારુની 3.83 લાખ, ટાટા ગાડી રૂા.10 લાખ, તથા પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગ નંગ-280 રૂ 9.52લાખ તથા બેરલ મળી રૂ.23.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર વોન્ટેડ જાહેર કર્યા છે.
જિલ્લા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વાયા વડોદરા થઈ સુરત તરફ જવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ પર આમલીયારા ગામના બસ સટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને ઊભી રખાવી હતી. ગાડીમાં ડ્રાઇવર હાજર હોય જેને નીચે ઉતરી પુછતાછ કરતા તેને પોતાનું નામ હિરાલાલ દુખરન શાહ (રહે. લક્ષ્મી પાર્ક, CR સૈનીક પબ્લીક સ્કુલ સામે, તાઉ ચોક, નાનગ્લોઈ વેસ્ટ દિલ્હી)નો હોવાનું જણાવ્યું હતું. જેને ગાડીમાં ભરેલા માલ બાબતે પુછતા પ્લાસ્ટીકના દાણાઓ ભરેલ હોવાનુ કહ્યું હતું. જેથી એલસીબીએ ડ્રાઇવરને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકના દાણાની બેગોની આડમા સંતાડી રાખેલી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વિદેશી દારુની 3.83લાખ, એક મોબાઈલ, ટાટા ગાડી રૂા.10 લાખ, તથા પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગ નંગ-280 રૂ 9.52લાખ તથા બેરલ મળી રૂ.23.46લાખનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરી છે. આરોપી સૈયદ મુદ્દા માલ એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો હતો.

Most Popular

To Top