Charchapatra

તો માનજો કે એ નેતામાં કૌવત છે

આજે એક કલમથી બે વાતો. ભારતીય લોકસભા ૨૦૨૪ ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાત દાયકા ગોકળગાય  ગતિએ વિતાવ્યા બાદ અંતિમ એક દાયકામાં ભારતનો ત્વરાએ વિકાસ થયો છે. વિકાસ કાર્યોની યાદી લાંબી થાય એમ છે. હાલ એને ટાળીએ. એક વાત નિશ્ચિત છે; વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોએ આ બાબતોની નોંધ લીધી છે. ભારતીયો અતીતની તુલનાએ ઉન્નત મસ્તકે ગૌરવભેર જીવતાં થયાં છે. ખામી જ કાઢવી હોય તો નિજ માતપિતા કે નિજ સંતાનોની પણ કાઢી શકાય. વડા પ્રધાને શું બગાડયું છે તે અનેક લોકો ખાઈ ખપૂસીને એમની પાછળ પડી ગયાં છે. ખુલ્લેઆમ બોલે છે કે મોદીકો હટાના હૈ. શા માટે? ભ્રષ્ટાચાર પર બ્રેક મારે છે તેથી? સમજી વિચારીને મત આપવું રહ્યું.

કોઈ સમજાવી શકે જે બંધારણ ખતરામાં કેવી રીતે છે? એક ચર્ચાપત્ર એવું હતું કે મોદીજી ભપકો બહુ કરે. શું આપણે જોતાં નથી કે નાની એવી ચકલી બાઈનો ફૈડકો મોટો? આપણી પાડોશમાં રહેતાં માણસો પણ થોડો પૈસો આવતાં પારિવારિક પ્રસંગે ભપકા કરે છે. સામાન્ય સરપંચની તુમાખી નથી અનુભવી? અનેક કાર્યક્રમોના એંકરીંગ કર્યાં હોય યોજનાઓનાં ઉદ્ઘાટન વખતે કોઈ પણ પક્ષના mla/ mp નાં નખરાં જોયા છે. ચાણક્યે કહ્યું છે, એક રાજનેતા પાછળ અનેક લોકો આદુ ખાઈને લાગી પડે ત્યારે માનજો એ વ્યક્તિમાં કૌવત હશે.
બારડોલી          – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top