National

ચીને પહેલી વખત સ્વીકાર્યુ, ગલવાન ખીણમાં તેના સૈનિકોનાં મોત થયા હોવાની વાત માની

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત ( INDIA) અને ચીન ( CHINA) વચ્ચેનો તણાવ ગયા વર્ષના મે મહિનાના પ્રારંભથી ચાલુ છે. હવે બંને દેશોના સંબંધોમાં ધીમે ધીમે બરફની જેમ પીગળી રહ્યા છે. હવે જ્યારે પૂર્વ લદ્દાખમાં ( LADAKHA) ભારતીય અને ચીની સેનાની પીછેહઠનો નિર્ણાયક તબક્કો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની નજીક છે ત્યારે ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે તેના સૈનિકો પણ ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણમાં માર્યા ગયા હતા. લોહિયાળ અથડામણ દરમિયાન માર્યા ગયેલા તેના પાંચ સૈનિકો વિશે ડ્રેગને માહિતી શેર કરી છે. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

ચીનના સામ્યવાદી પક્ષના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ના મતે, ચીનના સેન્ટ્રલ લશ્કરી પંચે કારાકોરમ પર્વત પર સ્થિત પાંચ ચીની સૈનિકોની બલિદાનને યાદ કરી છે. તેઓને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના સિંજીઆંગ સૈન્ય કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર, ક્યુ ફિબાઓ, ચેન હોંગુન, ઝિયાંગોંગ, જિયાઓ સિઆઆન અને વાંગ ઝ્યુરન નામ આપવામાં આવ્યું છે. જો કે, ચાઇના ગલ્વાન ખીણમાં માર્યા ગયેલા તેના સૈનિકોના આકડા ખૂબ ઓછા કહી રહ્યું છે.

તાજેતરમાં જ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય.કે.જોશીએ જણાવ્યું હતું કે ગેલવાન ખીણની લડત બાદ 50૦ ચીની સૈનિકોને વાહનો દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ અથડામણમાં ચીનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. જનરલ જોશીના જણાવ્યા મુજબ, ચીની સૈનિકો વાહનોમાં 50 થી વધુ સૈનિકો લઇને જતા હતા. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે તેઓ ઈજાગ્રસ્ત થયા કે મૃત્યુ પામ્યા હતા.

તેમણે કહ્યું કે રશિયન સમાચાર એજન્સી ટાસે 45 ચીની સૈનિકોના મોત વિશે વાત કરી છે અને અમારું અનુમાન પણ એની આજુબાજુ છે. ગયા વર્ષે જૂન મહિનામાં ગેલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 સેનાના જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, ઘણાં ચિની સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ તેણે આ વિશે કોઈ સત્તાવાર ડેટા જાહેર કર્યો નથી.

છેલ્લા લાંબા સમયથી ચીન અને ભારતીય સીમા પર ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારણે વાતાવરણ તંગ ચાલી રહ્યું છે. ચીન તરફથી સતત ભારતીય સીમાઓ પર વધતી ઘુસણખોરીમાં બંને દેશોના જવાનોએ મોતને ભેટવું પડ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top