Gujarat

સ્કીન ટૂ સ્કીનનાં જજમેન્ટથી નારાજ અમદાવાદની આ યુવતીએ બોમ્બે હાઈકોર્ટના જજને કોન્ડોમના પેકેટ મોકલ્યા

અમદાવાદમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Condoms) મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મહિલા એક કિશોરીના યૌન શોષણ અંગે જજ દ્વારા અપાયેલા ચુકાદાથી નારાજ છે. બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચને આ અંગે ચુકાદો આપ્યો હતો. જેના અનુસાર કિશોરીને કપડા પર સ્પર્શ કરવો યૌન શોષણ ગણી શકાય નહી. આરોપીને કોર્ટે (Court) સ્કીનથી સ્કીનનો ટચ નથી થયો તેમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચુકાદાથી મહિલા નારાજ છે. દેવશ્રી ત્રિવેદીએ પોતાના કૃત્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતિય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એકપછી એક ચુકાદા આપ્યા છે, અને આરોપીઓને છોડી મૂક્યા છે તેનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા ‘સ્કીન ટુ સ્કીન’ના જજમેન્ટનું પ્રતિક છે.

બોમ્બે હાઇકોર્ટની જજને 150 કોન્ડોમ મોકલનારી મહિલાનું નામ દેવશ્રી ત્રિવેદી છે. દેવશ્રી બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાના વિરોધમાં 12 અલગ અલગ સ્થળો પર કોન્ડોમ મોકલ્યા છે. જેમાં પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલની ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ ગનેડીવાલા દ્વારા પોક્સો એક્ટ હેઠળ અપાયેલા વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન શરુ કરશે તેવી વાત કરતાં દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું રાહ જોઈ રહી છું કે આપણા કોઈ રાજકીય પક્ષના નેતા દ્વારા આ અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે કે નહીં. નવાઈની વાત એ છે કે, અત્યારસુધી કોઈ પિડિતાના ટેકામાં નથી આવ્યું. 

દેવશ્રીએ આ અંગે જણાવ્યું કે, આ પ્રકારનો અન્યાય સહ્ય નથી. જસ્ટિસ ગનેડીવાલાનાં ચુકાદાના કારણે યૌન શોષણની પીડિત કિશોરીઓને ક્યારે પણ ન્યાય નહી મળે. હું માંગ કરૂ છું કે, જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે. હાઈકોર્ટના જજને કોન્ડોમ મોકલનારી દેવશ્રી ત્રિવેદી નામની યુવતીએ યુટ્યૂબ પર વિડીયો પણ અપલોડ કર્યા છે, જેમાં તેણે 12 પેકેટમાં 150 જેટલા કોન્ડોમ્સ બતાવ્યા છે. આ વિડીયો 13 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો.

યાધીશ પુષ્પા ગનેડીવાલા બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ છે. તાજેતરમાં જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ પોક્સો એક્ટ હેઠળ બે નિર્ણય આપ્યા હતા, જેનો ભારે વિવાદ થઈ રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ જાતિય શોષણ મામલે સુનાવણી દરમિયાન બે વિવાદિત ચુકાદા આપ્યાં હતાં. જેમાં એક ચુકાદામાં કહ્યું હતું કે 12 વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વિના તેના બ્રેસ્ટને ટચ કરવું પોસ્કો હેઠળ અપરાધ નથી. બીજા ચુકાદામાં તેમણે કહ્યું હતું કે બાળકીનો હાથ પકડીને પેન્ટની ચેન ખોલવી પોસ્કો હેઠળ ગુનો નથી બનતો. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top