Madhya Gujarat

ચૂંટણીમાં હિંસા કરનારા સામે પોલીસ કાયદેસરના પગલાં લેશે

       સિંગવડ: સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોવિડ 19  ને ધ્યાનમાં રાખીને  રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા રણધીકપુર પીએસઆઇ દ્વારા ઉમેદવારોની એક મિટિંગ યોજાઈ હતી.

તેમાં બધી જ પાર્ટીના ઉમેદવારો ને બોલાવીને ડીવાયએસપી દ્વારા ચૂંટણીને લઇને ઉમેદવારોને સુચના અપાઈ હતી તથા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર દ્વારા કે તેમના કાર્યકર્તાઓ દ્વારા ઝઘડા નહીં થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

જો ચૂંટણીમાં કોઇપણ જાતના કોઈપણ પાર્ટી  દ્વારા ઝઘડા કે મારામારી કરવામાં આવશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું અને બધા જ ઉમેદવારો શાંતિથી ચૂંટણી લડે તથા કોઇપણ જાતના જ ઝઘડા કરવા નહીં તેવું જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top