Vadodara

પાદરા માં અપક્ષ-રાસપાના ઉમેદવારો ભાજપનો ખેલ બગાડે તેવી શક્યતા

       પાદરા: પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી સામે અંસતોષનો અગ્નિ ભભૂકી રહ્યો છે. નેતાગીરીએ ભાજપના 20 જેટલા સભ્યોને ફરી વખત રીપીટ કરી પોલીસ કેસ થયા હોય તેવા લોકોને પણ ટીકીટ આપી છે. છેલ્લે છ જેટલા ઉમેદવારોને પાછળથી બદલાવવામાં આવ્યાં છે.

પાદરા પાલિકામાં ભાજપના સંઘના કાર્યકરોને ટીકિટ નથી મળતી જેથી આર.એસ.પી. માંથી ચૂંટણી લડી રહ્યા છે. પાદરા નગરપાલિકામાં ભાજપે ટિકિટ નહિ આપતા નારાજ કાર્યકર રાસપા તેમજ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી કરનારા ભાજપાના બળવાખોરોને મનાવવાના પ્રયાસો નિષ્ફળ જતા તમામ વોર્ડમાં બહુપાખિયો ચૂંટણી જંગ ખેલાશે જેમાં અપક્ષ રાસપા ના ઉમેદવારો ભાજપાનો ખેલ બગાડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

વોર્ડ નંબર-2 માં બે મહિલા સહિત ચાર ઉમેદવારો બિનહરિફ થયાં છે. હવે વોર્ડ નંબર બે સિવાયની બાકી રહેલા 6 વોર્ડની ચૂંટણી 24 બેઠકો માટે 71 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે. જંગ અપક્ષ, રાસપા. ના સામે ઉભા રહેલા ઉમેદવારો ભાજપાના ખેલ બગાડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

પાદરા નગર પાલિકામાં કુલ 197 ઉમેદવારી ફોર્મની ઉપાડ થવા પામ્યો હતો. જેમાંથી 85 ઉમેદવારોઓ ચૂંટણી જંગ ઝંપલાવ્યું હતું 6 ઉમેદવારી પત્ર પાછા ખેચાયા હતા 1 ઉમેદવારી પત્ર રદ થયું 3 ઉમેદવારી ફોર્મ થતા ચૂંટણી જંગના મેદાનમાં કુલ 75 ઉમેદવારો રહ્યા હતા.

જેમાં વોર્ડ નંબર-2ના બે મહિલા સહિત ચાર ઉમેદવારો બિનહરિફ ચૂટાયેલા જાહેર થતા વોર્ડ નંબર 2 સિવાયની યોજાનાર કુલ 6 વોર્ડની ચૂંટણીમાં 71 ઉમેદવારો ચૂંટણી જંગ મેદાનમાં રહેલા છે. જેમાં ભાજપ, રાસપા અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નંબર-1 માં 9 છે. સૌથી વધુ વોર્ડ નંબર.3-4માં 15 ઉમેદવારો છે. વોર્ડ નંબર.5માં 12 તેમજ વોર્ડ નંબર 6 અને 7 માં દશ-દશ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહેલા છે. ત્યારે 28 ફેબ્રઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં રસાકસી બને તેવા એંધાણ છે.

આ 6 વોર્ડમાં જામશે જંગ

વોર્ડ નંબર – 1 : ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. બન્ને પક્ષ દવારા ચાર-ચાર ઉમેદવારો છે. એક અપક્ષ ઉમેદવાર છે. માજી પાલિકાના માજી પ્રમુખ પરેશ ગાંધી-કારોબારી ચેરમેન અબ્દુલ મલેક, સંગઠનના હોદ્દેદારોની પત્ની જશોદાબેન રબારી  વચ્ચે ચૂંટણી જંગ જામશે.

વોર્ડ નંબર-3 : આ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારો છે. જેમાં ભાજપના-4, કોંગ્રેસ-4 રાજપા-3 અને અપક્ષ-4 મળી કુલ 15 ઉમેદવારી ચૂંટણી લડી રહ્યાં છે.  માજી પ્રમુખ નિરાલીબેન પટેલ, પાદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય સોલંકી, માજી સદસ્ય-3 મળી કુલ 15નો સમાવેશ થાય છે.

વોર્ડ નં-4 : રસાકસી ભરી ચૂંટણી જંગ જામશે. ભાજપ-4 , કોંગ્રેસ-7 પક્ષો ચૂંટણી જંગના મેદાનમાં છે. માજી પાદરાનગર પાલિકા માજી પ્રમુખ રાજુભાઇ રાણા કોન્ટ્રાકટર ભાજપા ચાર ચાર રાસપા-3 અપક્ષો મળઈ કુલ 15 ઉમેદવારો છે.

વોર્ડ નંબર-5 : ભાજપા-5, કોંગ્રેસ અપક્ષ-4 મળી કુલ 12 ઉમેદવારો ચૂંટણીજંગ લડી રહ્યા છે. વોર્ડ નંબર-6 : ભાજપા-4, કોંગ્રેસ-1, અપક્ષ-5 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે.  માજી કારોબારી ચેરમેન માજી સદસ્યો સહિત કોંગ્રેસ-1, રાસપ-4, ઉમેદવારી મળી-10 ઉમેદવારો છે.

વોર્ડ નં-7: માં ભાજપ-4, કોંગ્રેસ-2, રાસપા-2, અપક્ષ-1 મળી કુલ 10 ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા છે. માજી ઉપપ્રમુખ સચીન ગાંધી-બે મહિલા માજી સદસ્યો અામ આદમી પાર્ટી-3, કોંગ્રેસના ઉમેદવારો મેદાન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top