Madhya Gujarat

બાલાશિનોરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકોની બાઇક રેલી

બાલાશિનોર: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાા પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ  તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યલ ચૂંટણી  યોજાવાની છે.

 ત્યારે ‘આપણા સૌ નો એક જ નિર્ધાર બાકી ન રહે કોઈ મતદાર…’’ આ હેતુને સાકાર કરવા અને સો ટકા મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું  છે.

મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સ્વીનપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પી. એન. મોદી દ્વારા મહીસાગર જિલ્લામાં જિલ્લા‍ પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્યન ચૂંટણીને અનુલક્ષી મતદાર જાગૃતિ માટે COVID-19 ની ગાઇડ લાઇનને અનુસરીને બાલાસિનોર નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાઇક રેલીને ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર વિમલ ચૌધરીએ પ્રાંત કચેરીના કંપાઉન્ડે માંથી લીલીઝંડી બતાવી પ્રસ્થાકન કરાવ્યું  હતું. આ બાઇક રેલીને બાલાસિનોર પ્રાંત કચેરી કમ્પાઉન્ડ માંથી શિક્ષકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. 

જેમાં બાઇક સવાર શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને મતદાતાઓને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી સો ટકા મતદાન કરવાનો સંદેશો
પાઠવ્યોા હતો. આ બાઇક રેલી બાલાસિનોર પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં થી શરૂ થઈ બસ સ્ટેન્ડ, નગરપાલિકા, અંબે માતા મંદિર, તળાવ દરવાજા, જુની નગરપાલીકા, નિશાળ ચોક, અમદાવાદી દરવાજા, તાલુકા પંચાયત, જી.આઇ.ડી.સી થઇ પ્રાંત કચેરી ખાતે પૂર્ણ
થઇ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top