Gujarat Main

અહીં કોરોના રસી લીધાના 15 દિવસમાં જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કોરોનાની ચપેટમાં

ગાંધીનગર (Gandhinagar): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એક અહેવાલ મુજબ આજે 18 ફેબ્રુઆરી એટલે કે એક મહિના સુધી દેશમાં 95 લાખ જેટલા લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. જો કે દેશમાં કોરોનાની રસીની અસરકારકતા અને સફળતા એ હદ સુધી જોવા મળી છે કે ભારતની અને ભારતીય કોરોના રસીની પ્રશંસા વિદેશમાં પણ થઇ રહી છે.

દેશમાં રસીકરણના પહેલા તબક્કામાં સરકાર કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કસને કોરોના રસી આપવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાની રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કલેકટર આઈ. કે.પટેલ અને ડીડીઓ ડી. એસ. ગઢવીને કોરોના થયો છે. ખેડા જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કોરોનાની ચપેટમાં આવ્યા છે. જાણવા મળ્યુ છે કે આ આ બંને અધિકારીઓએ હજી 15 દિવસ પહેલા જ કોરોના રસી લીધી હતી.

સૂત્રોએ જણાવ્યુ છે કે આ બંને અધિકારીઓમાં કોરોનાના લક્ષ્ણો દેખાતા પહેલા તેમની રેપિડ ટેસ્ટ કરાઇ હતી. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ ચોકસાઇ માટે બંને અધિકારીઓનું RT-PCR પરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. અને આશ્ચર્યજનક રીતે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયુ હતુ. જો કે આગળ શું પગલા લેવાયા છે? અને કેન્દ્ર, ICMRના અધિકારીઓ સુધી આ સમાચાર પહોંચ્યા છે કે નહીં તેની જાણ નથી.

હાલમાં જ દક્ષિણ આફ્રિકા ( SOUTH AFRICA) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SERUM INSTITUTE OF INDIA ) ને કોરોના રસીના દસ મિલિયન ડોઝ પાછા લેવા કહ્યું છે. મંગળવારે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ અગાઉ, દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે તે તેના રસીકરણ કાર્યક્રમમાં એસ્ટ્રાઝેનેકાની રસીનો સમાવેશ કરશે નહીં, કારણ કે તે દેશમાં કોરોનાના ( CORONA) વેરિએંટ સામે કામ કરતું નથી.

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી ઉત્પન્ન કરતું એસઆઈઆઈ એક મોટું રસી સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. ગયા અઠવાડિયે રસીના 1 મિલિયન ડોઝની પ્રથમ બેચ દક્ષિણ આફ્રિકામાં આવી. આવતા થોડા અઠવાડિયામાં પાંચ લાખ ડોઝ ત્યાં પહોંચવાના હતા. રોલઆઉટ પર પ્રતિબંધ હતો. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ રસી દેશમાં હાલમાં નોંધાયેલા કોરોનાના પ્રકારો પર અસરકારક નથી. તેથી દેશમાં આ રસીના રોલઆઉટ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સરકાર એસ્ટ્રાઝેનેકા રસી (Oxford Astrazeneca Vaccine) વેચવાનું વિચારી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top