National

હું ત્યાં સુધી જીવતી રહીશ, જ્યાં સુધી તમારો અંત નહીં જોઈ લઉં- મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. TMC છોડીને ગયેલા બળવાખોર નેતાઓ દ્વારા અભિષેક બેનર્જી પર મનમાનીના લાગેલા આરોપો વચ્ચે મમતા બેનર્જી પોતાના ભત્રીજાના સમર્થનમાં મજબૂતીથી ઉભા રહ્યા છે. તેમણે ‘ બળવાખોરો વતી’ જનતાની માફી માંગતા સ્પષ્ટ કર્યું કે તેમના પરિવારે ક્યારેય પોતાના રાજકીય અસ્તિત્વ માટે કોઈ સમાધાન કર્યું નથી.

વિરોધીઓ મને મરતી જોવા માંગે છે: મમતા

મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને પોલીસનો દુરુપયોગ કરીને નેતાઓનો પક્ષપલટો કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે:

  • આકરા તેવર: તેમણે પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ તૃણમૂલ કોંગ્રેસને ફરીથી શૂન્યથી બેઠી કરશે.
  • ભાવનાત્મક પ્રહાર: વિરોધીઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું, “તેઓ ઈચ્છતા હતા કે મને હાર્ટ એટેક આવી જાય. પરંતુ હું ત્યાં સુધી જીવતી રહીશ, જ્યાં સુધી તમારો અંત નહીં જોઈ લઉં.”

ભત્રીજા અભિષેક બેનર્જીનો જોરદાર બચાવ

પક્ષમાં પડેલી ફૂટ બાદ ફેસબુક લાઈવ દ્વારા કાર્યકરોને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીનો બચાવ કર્યો હતો:

  • માત્ર એક બહાનું: પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે અભિષેક બેનર્જીને તો માત્ર પક્ષ પર હુમલો કરવાનું એક ‘બહાનું’ બનાવવામાં આવ્યો છે.
  • મેદાન છોડીને ભાગ્યા નહીં: તેમણે ઉમેર્યું કે અભિષેક અને તેમના પરિવારના સભ્યોને તપાસ એજન્સીઓ દ્વારા વારંવાર સમન્સ મોકલાયા હતા. જો તેઓ ઈચ્છત તો સમાધાન કરીને રાહત મેળવી શકતા હતા, પરંતુ તેમણે મેદાન છોડીને ભાગવાને બદલે રાજકીય લડાઈ લડવાનું પસંદ કર્યું. જે રીતે તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો, તેનાથી તેમની તમામ ખામીઓ માફ થઈ જાય છે.

3. મદન મિત્રાના પક્ષપલટા પાછળ ED નો હાથ

વરિષ્ઠ ધારાસભ્ય મદન મિત્રા બળવાખોર જૂથમાં સામેલ થયા બાદ મમતા બેનર્જીએ તેમના પર પણ આકરા પ્રહારો કર્યા હતા:

  • મનમાનીનો આરોપ નકારી કાઢ્યો: મદન મિત્રાએ એવો આરોપ લગાવ્યો હતો કે અભિષેક બેનર્જીને 6 મહિના માટે પદ પરથી હટાવવાની તેમની માંગ ન સ્વીકારાતા તેમણે પક્ષ છોડ્યો છે. મમતા બેનર્જીએ આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
  • સમન્સ મળતા જ પાલો બદલ્યો: મમતા બેનર્જીએ દાવો કર્યો કે મદન મિત્રાના પક્ષ છોડવાનું અસલી કારણ મંગળવારે તેમની પત્ની અને બે પુત્રોને ED દ્વારા મોકલવામાં આવેલું સમન્સ છે. તેમણે કહ્યું, ” તેમણે આગલા દિવશે જ અમને જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારને સમન્સ મળ્યા છે. ત્યારે જ અમે સમજી ગયા હતા કે તે પાલો બદલી શકે છે. તેના આ નિર્ણય સાથે અભિષેકને કોઈ લેવાદેવા નથી.”

Most Popular

To Top