Vadodara

અટલ બ્રિજ પર રોંગ સાઈડમાં ઘૂસી એક્ટિવા સવાર 2 મહિલાઓ,અન્ય ચાલકો અટવાયા

જાગૃત કારચાલકે વીડિયો ઉતાર્યો, વીડિયો વાયરલ થતા ટ્રાફિક નિયમોના ભંગનો મુદ્દો ચર્ચામાં :

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેરના અટલ બ્રિજ પર ફરી એકવાર ટ્રાફિક નિયમોની ઉલ્લંઘનનો બનાવ સામે આવ્યો છે. એક્ટિવા પર સવાર બે મહિલાઓએ બ્રિજ પરથી રોંગ સાઈડમાં મોપેડ ઉતારવાનો પ્રયાસ કરતા સામેથી આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

મહિલા ચાલકની આ બેદરકારીના કારણે સામેથી આવતા વાહનચાલકોને અચાનક બ્રેક મારીને થોભવું પડ્યું હતું. જેના પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન સામેથી આવતા એક જાગૃત કારચાલકે એક્ટિવા પર સવાર બંને મહિલાઓને જોઈને પોતાની કાર ધીમી કરીને અટકાવી દીધી હતી. સાથે જ તેણે રોંગ સાઈડમાં આવી રહેલી મહિલાઓનો મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિક સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં ખાસ કરીને અટલ બ્રિજ પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ પ્રકારની બેદરકારી અન્ય વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

Most Popular

To Top