ટુલકીટ કેસ મામલે દિશા રવિને 1 લાખ રૂ.ના બોન્ડ પર જામીન મળ્યા

ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસ આજે સાયબર સેલ ઓફિસમાં નિકિતા જેકબ, શાંતનુ અને દિશા રવિની સામ-સામે પૂછપરછ કરી રહી છે. ગઈકાલે પણ દિલ્હી પોલીસે લગભગ 5 કલાક સુધી નિકિતા જેકબ અને શાંતનુની પૂછપરછ કરી હતી. ગઈકાલે જ પોલીસે દિશા રવિના રિમાન્ડમાં વધારો કરવાની માગ કરી હતી. પોલીસે કહ્યું કે અમે ત્રણેય એક સાથે બેસીને પૂછપરછ કરવા માંગીએ છીએ. આ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે દિશા રવિની કસ્ટડી એક દિવસ વધારી દીધી હતી.

દિશા રવિની એક દિવસની કસ્ટડીના અંતે, દિલ્હી પોલીસે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી. જજ ધર્મેન્દ્ર રાણાએ દિશાની જામીન અરજી સ્વીકારી. ધર્મેન્દ્ર રાણાએ શરતી ધોરણે જામીન મેળવવા નિર્દેશ આપ્યા હતા. ન્યાયાધીશે એક લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા. કોર્ટના નિર્ણય અંગે દિશાના વકીલોએ કહ્યું હતું કે તે એવા પરિવારમાંથી નથી આવી કે જે આટલી મોટી રકમ ભરી શકે. દિશા હજી તેના વકીલો સાથે કોર્ટ રૂમમાં છે.

સોમવારે દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે દિશા રવિએ તમામ આરોપો શાંતનુ-નિકિતા પર મુક્યા છે, આવી સ્થિતિમાં તેઓ બેસીને આ ત્રણેયનો સામનો કરવા માંગે છે. દિલ્હી પોલીસને દિલ્હી પોલીસ દ્વારા ઝૂમ મીટિંગ વિશે માહિતી આપવામાં આવી હતી, જે ટૂલકીટ બનાવવા અને આગળ વધારવા સંબંધિત છે.

Related Posts