સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) ભાજપની જીત (BJP Win) થઈ છે. જોકે આ વખતના પરિણામોએ દરેકનો ચોંકાવી દીધા છે. કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટી હવે સુરત મહાનગર પાલિકામાં વિપક્ષની દમદાર ભૂમિકા નિભાવશે. 23 ફેબ્રુઆરી મંગળવારના રોજ એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં સુરત મહાનગર પાલિકાની ચુંટણીના આવેલા ફાઈનલ પરિણામો મુજબ ભાજપને 93 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. ભારે બહૂમતથી ભાજપનો વિજય થયો છે. સુરત શહેર ફરી એકવાર ભાજપનું ગઢ સાબિત થયું છે. પરંતુ આ વખતે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સુરત મહાનગર પાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. ગઈ ટર્મમાં પાલિકામાં ભાજપની 80 સીટ જ્યારે કોંગ્રેસની 36 સીટ હતી જેથી વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ હતું. પરંતુ આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે પાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. 27 બેઠકો સાથે હવે આપ પાર્ટી પાલિકામાં પ્રવેશ કરશે.

સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ
સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ

1995 બાદ 2021માં કોંગ્રેસનો સફાયો

આ વખતે સુરત શહેરના વોર્ડ સિમાંકનને કારણે જરૂરથી ભાજપને મોટો ફાયદો થયો છે. પરંતુ ભાજપ માટે બકરી ગાઢતા ઉંટ પેઢું જેવો ઘાટ પણ થયો છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં તેની હાર થઈ છે જ્યારે આપનો ઉદય થયો છે. કોંગ્રેસનો સફાયો થયો હતો. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 1995માં કોંગ્રેસને સુરત મહાનગર પાલિકામાં એક પણ સીટ મળી ન હતી. જેનું 2021માં પુનરાવર્તન થયં છે. કોંગ્રેસની હારથી ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ બાબુ રાયકા તેમજ કદીર પીરઝાદાના પુતળાનું દહન કર્યું હતું.

સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ

જાણો કયા વોર્ડમાં કોની પેનલ?

 • વોર્ડ નમ્બર 1 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 2 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 3 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 4 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 5 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 6 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 7 માં 2 ભાજપ- 2 આપની પેનલ
 • વોર્ડ નમ્બર 8 માં 3 ભાજપ-1 આપની પેનલ
 • વોર્ડ નમ્બર 9 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 10 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 11 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 12 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 13 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 14 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 15 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 16 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 17 માં આપની પેનલ
 • વોર્ડ નમ્બર 18 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 19 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 20 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 21 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 22 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 23 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 24 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 25 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 26 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 27 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 28 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 29 માં ભાજપની પેનલ
 • વોર્ડ નમ્બર 30 માં ભાજપની પેનલ
સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ

કેજરીવાલ સુરત આવશે

સુરતમાં BJP 93 બેઠકો પર, AAP 27 સીટ પર વિજયી, કોંગ્રેસના સુપડા સાફ

સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવે 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવે તેવી ચર્ચા વહેતી થઈ છે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.

Related Posts