Gujarat Main

ગુજરાતમાં ભગવો લહેરાયો: AAP બસપા અને AIMIMની એન્ટ્રી, કોંગ્રેસનું ધોવાણ

ગુજરાતમાં (Gujarat) યોજાયેલી 6 મહાનગર પાલિકાઓ માટેની ચૂંટણીઓના (Municipal Corporation Election) પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થયાં છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી પહેલીવાર ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ. તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયા છે. આ લડાઈમાં ફરી એકવાર ભાજપને જનતાનું જંગી સમર્થન મળ્યું છે. રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ (CM) ગુજરાતની તમામ મનપામાં ભાજપની (BJP) જીત માટે જનતાનો આભાર માન્યો છે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસને જડમૂડથી સફાયો થયો છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીની શાનદાર એન્ટ્રી થઈ છે.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર સહિત કુલ 6 મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે. ગુજરાતની કુલ 6 મહાનગર પાલિકામાં કુલ 575 બેઠકોની મતગણતરી થઈ. જેમાં ગુજરાતની 6 મહાનગરપાલિકાના કુલ 2276 ઉમેદવારોના ભાવિનો ફેસલો થયો છે.

  • અમદાવાદ મનપાની કુલ 192 બેઠકો છે. જેમાં અમદાવાદમાં 165 ભાજપ, 16 કોંગ્રેસ, AIMIM 8 અને અન્ય ને 1 બેઠક મળી છે.
  • વડોદરા મનપાની કુલ 76 બેઠકો છે. 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
  • સુરતની મનપાની કુલ 120 બેઠકો છે. જેમાં 93 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે તો બીજી તરફ 27 બેઠકો પર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ અપસેટ સર્જ્યો છે. સુરતમાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયાં છે.
  • રાજકોટ મનપાની કુલ 72 બેઠકો છે. જેમાં 68 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.
  • જામનગર મનપાની કુલ 64 બેઠકો છે. જેમાં 50 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ 11 બેઠક પર જીત મેળવી છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી આ વખતે 3 બેઠકો પર જીત મેળવી છે.
  • ભાવનગર મનપાની કુલ 52 બેઠકો છે. જેમાં 44 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.

ભાજપની જીત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કર્યું

વિજયભાઈએ ટ્વિટ કરી કહ્યું, માનનીય વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

અમદાવાદમાં AIMIMની એન્ટ્રી

અમદાવાદના જમાલપુર વોર્ડમાં કોંગ્રેસના ગઢમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડું પાડી દીધું છે. ઓવૈસીની પાર્ટી AIMIMના જમાલપુરમાં ચારેય ઉમેદવારોએ જીત હાંસલ કરીને સૌથી મોટો અપસેટ સર્જી દીધો છે. આ ઉપરાંત અમદાવાદના મકતમપુરા વોર્ડમાં પણ કોંગ્રેસનો સફાયો કરીને AIMIM ની પેનલે જીત મેળવી લીધી છે. જામનગરમાં વોર્ડ નંબર 6 ભાજપનું ગઢ મનાતુ હતું. અહીં માયાવતીના બહુજન સમાજ પાર્ટી (બસપા) એ પહેલીવાર ગુજરાતમાં અનઅપેક્ષિત એન્ટ્રી કરી 3 સીટ મેળવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top