Madhya Gujarat

મોદીએ કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કર્યો: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બોડેલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું

બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાની વિજય સંકલ્પ સભા યોજાઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતાં. આજ રોજ સેવાસદન પાસે આવેલી વિશાળ મેદાનમાં વિજય સંકલ્પ સભ્ય યોજાઈ હતી. ગૃહમંત્રી એકથી દોઢ કલાક મોડા પડ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે આદિવાસી રાઠવા સમાજના દેવી એવા કાજલ દેવી માતાને પ્રણામ કરીને સભાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આજે મારા ત્રીજા ચરણનો પ્રવાસ છે . જ્યાં પણ સભામાં જાઉ છું. ત્યાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે. જો ગઠબંધનની સરકાર બને તો વડાપ્રધાન કોણ બનશે તેવા કોંગ્રેસને કટાક્ષ માર્યા હતા. રાહુલ બાબાના શબ્દનો ઉપયોગ થતા સભામાં હાસ્ય નું મોજું ફરી વળ્યુ રહ્યું હતું. ભાજપ સરકારે કોરોનામાં કામ કર્યું, કાશ્મીર આઝાદ કર્યું ,વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામત નાબૂદ નહીં થાય. જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે મુસ્લિમોને પાંચ ટકા અનામત આપ્યું. જેનો મતલબ પાંચ ટકા બક્ષીપંચની અનામત છીનવી લીધી. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ખડગેને આડે હાથ લીધા હતા . કોંગ્રેસ પાર્ટી 370 ની કલમને પોતાના ખોળામાં રમાડી રાખતા હતા .જ્યારે મોદી સતામાં આવતા 370 ની કલમ રદ કરી તેમજ દેશમાંથી આતંકવાદને પણ નાબૂદ કર્યો .પૂલવામાં બનાવ બાદ મોદીએ પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓનો નાશ કરાયો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ,સોનિયા ગાંધી, કેજરીવાલને રામ મંદિર નું આમંત્રણ આપ્યું તો પણ હાજર રહ્યા ન હતા. કારણ કે મુસ્લિમ વોટ બેન્કનું મહત્વ હતું .મોદીના રાજમાં સોમનાથ મંદિર સોનાનું બન્યું. મોદી સરકારે 80 કરોડ ગરીબોને અનાજ આપવાનું કામ કર્યું .ચૌદ કરોડ લોકોને નળથી પાણી આપવાનું કામ કર્યું. આવા અનેક કાર્યો મોદીએ કર્યા .જ્યારે નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના આદિવાસી દ્રૌપદી મુરમૂને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.જ્યારે કોંગ્રેસે કોઈ આદિવાસી ને રાષ્ટ્રપતિ બનાવ્યા ન હતા . રાહુલ ગાંધી અમેઠી માંથી હાર્યા બાદ રાયબરેલીમાં ચૂંટણી લડવા ગયા ત્યાં પણ હારવાના છે. 400 પાર તથા ગુજરાતની 26 બેઠકો માટે હાથ ઉંચા કરી શપથ લેવડાવ્યા હતા.

Most Popular

To Top