National

ભારતીય સેનાના હેલિકોપ્ટરનું મહારાષ્ટ્રના એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 4 સૈનિકોનો આબાદ બચાવ

એરંડોલી: ભારતીય સેનાના (Indian Army) હેલિકોપ્ટરનું (Helicopter) મહારાષ્ટ્રના (Maharashtra) એરંડોલીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ભારતીય સેનાના હેલિકોપ્ટરને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એરંડોલી ગામમાં એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવું પડ્યું હતું. જો કે આ લેન્ડિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય સેનાનું હેલિકોપ્ટર અચાનક ખેતરમાં ઉતરવામાં આવ્યું હતું. આ સાથે જ સેનાના હેલિકોપ્ટરને જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. પરંતુ સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે આ હેલિકોપ્ટરમાં સવાર તમામ 4 સૈનિકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સવારે 11.30 વાગ્યે બની હતી. તેમજ તકનીકી ખામીને કારણે આ લેન્ડિંગ કરી હોવાની માહિતી સાંપડી હતી.

આર્મીનું આ હેલિકોપ્ટર સાંગલીના એરંડોલી ખાતે ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરતા પહેલા નાસિકથી બેલાગવી માટે રવાના થયું હતું. આ હેલિકોપ્ટરમાં એક પાયલટ અને 4 સૈનિક હતા. સેનાના હેલિકોપ્ટરના લેન્ડિંગના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગામલોકો ખેતરોમાં એકઠા થઈ ગયા હતા. તેમજ ગ્રામજનોની ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી.

આ પહેલા 3 મેના રોજ મહારાષ્ટ્રના મહાડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સદનસીબે અંધારે હેલિકોપ્ટરમાં ચઢે તે પહેલા જ આ અકસ્માત થયો હતો. તેમજ આ ઘટનામાં હેલિકોપ્ટરનો પાયલોટ પણ સલામત રીતે બચી ગયો હતો.

ડિસેમ્બરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો
ડિસેમ્બર 2023માં એક ભારતીય વિમાનને પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેમજ સમગ્ર મામલે એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી તેમની ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનમાં લેન્ડ કરવામાં આવી હતી.

આ સાથે જ સ્પાઈસજેટના પાઇલટે માહિતી આપી હતી કે તેમના બોઈંગ 737 એરક્રાફ્ટ SG-15 (અમદાવાદ-દુબઈ)ને માર્ગમાં મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. તેમજ એરલાઈન્સે જણાવ્યું હતુ કે, પ્લેન પાકિસ્તાનના કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું છે.

24 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સે એ પણ માહિતી આપી હતી કે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 68માં જેદ્દાહ, સાઉદી અરેબિયાથી હૈદરાબાદ જતી વખતે મેડિકલ ઈમરજન્સી આવી હતી. આ કારણોસર પ્લેનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ જેદ્દાહથી હૈદરાબાદ આવી રહી હતી ત્યારે એક મુસાફરની તબિયત લથડી હતી.

મુસાફરનો જીવ બચ્યો ન હતો
ઈન્ડિગો એરલાઈન કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્લેનમાં જે મુસાફરની તબિયત બગડી હતી તેની પાકિસ્તાનના કરાચીમાં પ્લેન ઉતર્યા બાદ ડોક્ટરોએ ખુબ કાળજી લીધી હતી. જોકે કમનસીબે મુસાફર બચી શક્યો ન હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top