સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં ટ્વીસ્ટ : શું આપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનશે ?

સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો છે. જેમાં ભાજપ પહેલા તો આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે, અને કોંગ્રેસ ત્રીજા નંબર પર ફેંકાઇ ગઈ છે, તો શું હવે આપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનશે ? તેવું પણ ચર્ચાઈ રહ્યું છે..

પરિણામોની વાત કરીએ તો બપોર સુધીની અપડેટમાં સુરતમાં 120 સીટમાંથી 60 સીટ પરના રૂઝાન મળી રહ્યા હતા જેમાં પ્રથમ નંબરે બીજેપીને 47 બીજા નંબરે આપને 13 અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફ્ળ રહ્યું હતું..

સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં ટ્વીસ્ટ : શું આપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનશે ?

આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2,4 અને 16 ઉપર આપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઇ ચુકી છે, ત્યાં જ વોર્ડ નંબર 8 ઉપર બીજેપીના 2 અને આપના 2 ઉમેદવાર સંયુક્ત રીતે વોર્ડની કામગીરી સંભાળશે. વોર્ડ નંબર 14 માં બીજેપીએ જીત તો મેળવી હતી પણ સેકન્ડ હાઈએસ્ટ વોટ મેળવનાર આપ હવે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવે તેવા અણસાર દેખાય રહ્યા છે..

સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં ટ્વીસ્ટ : શું આપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનશે ?

બીજેપીની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, 6, 10, 14, 15, 21, 23, 25, 27 , 29 ઉપર પોતાની જીત નિશ્ચિત કરી ચૂક્યું છે.. જેમાં સૌપ્રથમ વોર્ડ નંબર 23 પર બીજેપી વિજેતા થતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે 10 સીટ પર આગળ હોવાની વાત સપાટી પર તરી આવી છે, જો કે કોંગ્રેસે જીત માટે હજી સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી, માટે જ કોંગ્રેસ ત્રીજા નંબર પર ફેંકાઇ ગઈ છે અને હવે મુખ્ય વિપક્ષી પાર્ટીમાંથી પોતાનું સ્થાન ગુમાવી દેતી હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે..

Related Posts