સુરત : સુરત જિલ્લાના પલસાણા (Palsana) ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં રાત્રિના 2.28 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો...
બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘરફોડ ચોરી અને વાહન ચોરીના કુલ ચાર ગુના ઉકેલી કાઢ્યા હતા. પોલીસે (Police) ચોર...
બારડોલી : (Bardoli) ચર્ચાસ્પદ બનાવટી (Forged) ભારતીય (Indian) ચલણી નોટ (Currency Note) કેસમાં નોટ છપાવી સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે...
બીલીમોરા : આંતલિયા ગામમાં ઘર પાસે કપડાં ધોવા બેસેલી મહિલાને (woman) જંગલી ભૂંડે (Wild Boar) હુમલો (Attack) કરતા મહિલા ઘાયલ કરી નાંખી...
ઇન્ડોનેશિયા : ‘લગ્ને લગ્ને કુંવારો’ કહેવતતો સાંભળી હશે. પણ લગ્ન બાદ પણ અનેક લગ્ન (Marriage) તેવું કહેવું કહેવામાં જરાય અતિશિયોકિત અનુભવ નથી...
નવી દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ(President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ની તબિયત સારી નથી. તેની તાજેતરની તસવીરો ઇન્ટરનેટ પર જોવા મળી રહી છે જેમાં તેના હાથ...
નવી દિલ્હી: જ્યારથી T20 વર્લ્ડ કપની (World Cup 2022) શરૂઆત થઇ છે ત્યારથી વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ફુલ ફોર્મમાં દેખાઈ રહ્યા...
દેલાડ: ઓલપાડ તાલુકાના સાયણ-સિવાણ રોડ ઉપર આવેલી એક સ્કૂલના શિક્ષકનો હેવાનિયતભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ બદમાશ શિક્ષકે પોતાની જ સ્કૂલના ધો-૯...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, ‘ભારત 25 વર્ષમાં એટલે કે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધ(War) વચ્ચે ઉત્તર(North) અને દક્ષિણ કોરિયા(South Korea) વચ્ચે પણ તણાવ વધી ગયો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું...
અમદાવાદઃ મહેસાણા (Mahesana) રેલવે પોલીસ (Railway Police) કંટ્રોલ રૂમને (control Room) જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં (Jodhpur superfast express train) બોમ્બ (Bomb) મુક્યો હોવાનો...
ચીન: સમગ્ર વિશ્વને કોરોના (Corona) મહામારીમાં ધકેલનાર ચીનમાં (China) ફરી એક વાર કોરોનાનો ભય ત્રાટક્યો છે. ત્યારે સરકાર તરફથી ઝીરો કોવીડ પૉલિસી...
વોશિંગ્ટન: સાઉદી અરેબિયા(Saudi Arabia)એ અમેરિકા(America)ને ચેતવણી આપી છે કે ઈરાન(Iran) મોટા હુમલા (Attack)ની તૈયારી કરી રહ્યું છે. સાઉદી અરેબિયા ઈરાનના નિશાના પર...
સુરત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food And Drug Department) અને સુરત પોલીસની (Surat Police) એસઓજી ટીમે આજે વરાછાના એક મેડીકલ સ્ટોરના (Medical...
માર્ક તુલી ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામથી જાણીતા છે. આજના યુગમાં જ્યારે નાનાં અમથા વિષયને લઈને પણ અનેક મત પ્રગટ થાય છે...
અમદાવાદ: અમદાવાદના સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. તેઓ અમદાવાદનાં જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા...
ગાંધીનગર: સુરત (Surat) રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીનો (Coldness) અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ કડકડતી ઠંડીની આગાહી કરી...
પોતાના ફેમિલી બિઝનેસને સતત ઇનોવેશનથી મોટો બનાવી કૃષિ યાંત્રીકીકરણ ફિલ્ડમાં નાનું અને મલ્ટીપર્પઝ ટ્રેક્ટર બનાવનાર કેપ્ટન ટ્રેકટર ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર રાજેશભાઈનું નામ...
બનાસકાંઠા: મોરબી(Morbi)માં બનેલી બ્રિજ દુર્ઘટના(Bridge Collapse)નાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી ઘટના...
એક કહેવત છે -’ બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના.’ આ કહેવત જેણે પણ તૈયાર કરી ત્યારે તેઓએ ખૂબ કાળજી લીધી હતી. તેમણે એવું...
આણંદ : આણંદ નગરપાલિકાનો વહીવટ કેટલો અણઘણ છે, તે છેલ્લા બે મહિનાથી સર્જાયેલી પાણીની સમસ્યાથી જોઇ શકાય છે. બોરસદ ચોકડી પર બ્રિજ...
એડિલેડ: ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અત્યંત રોમાંચક મેચમાં છેલ્લી બોલે ભારત માત્ર 5 રનથી જીત્યું હતું. વરસાદ, તોફાની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે. દરેક રાજકીય પક્ષો પોતાનાં હથિયારો સજાવી પ્રચારકાર્યમાં લાગેલા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી...
મોરબીમાં જે ઘટના ઘટી તે ઘૃણાસ્પદ છે. સૌ સદ્ગતના આત્મા અને પરિજનોની શાંતિ અર્થે પ્રાર્થના. આ દુર્ઘટના સાથે સંકળાયેલ વ્યક્તિઓ કે સંસ્થાને...
નવી દિલ્હી: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 8 નવેમ્બર 2022ના રોજ થવા જઈ રહ્યું છે. અગાઉ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા...
મુંબઈ: 30 વર્ષ પહેલા ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડના (Bollywood) બાદશાહ (king) શાહરૂખ ખાનના (Shahrukh Khan) ઘર ‘મન્ન્ત’ની (Mannat) બહાર 1...
વલસાડ: વલસાડથી (Valsad) વડનગર (Vadnagar) એક્સપ્રેસ ટ્રેનનું (Express Train) આજે લોકર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોએ વલસાડથી...
તાજેતરમાં મોરબી ખાતે બનેલી ગોઝારી ઘટના પછી અનેક તર્ક વિતર્કો, અભિપ્રાય,કોમેન્ટ પ્રસિદ્ધ થતી રહી. દરેકના સૂર અલગ અલગ જોવા મળ્યા. કોઈએ નબળું...
ગાંધીનગર: ગુજરાતમાં ગમે તે ઘડીએ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા હોવાના પગલે છેલ્લાં પંદરેક દિવસથી રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં બદલીના આદેશ...
સુરત : નેશનલ મેડિકલ કમિશને (National Medical Commission) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ની સ્મીમેર મેડિકલ કોલેજ (Smimmer Medical College) ની...
વડોદરા શહેર પોલીસમાં PI કક્ષાના અધિકારીઓની નવી નિમણૂક
પાકિસ્તાન શેરબજારમાં ઐતિહાસિક તેજી: યુદ્ધવિરામ બાદ બજારમાં 14,000 પોઈન્ટનો ઉછાળો
અટલાદરામાં મહિલા સફાઈ સેવક પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર
પાલિકાનું ‘ફ્યુઅલ ફેલ્યોર’: ડીઝલના ફાંફા પડતા 436 વાહનોના પૈડાં જામ, એન્જિનિયરિંગ કામોના વળતા પાણી
અસલમ બોડીયાની રેગ્યુલર જામીન અરજી રદ
વડોદરામાં સ્માર્ટ મુસાફરી તરફ એક પગલું : શહેરમાં લગાવાશે 200 નવા માર્ગદર્શક બોર્ડ્સ
ડભોઇ રોડ પર માનસિક બીમાર 18 વર્ષીય યુવતીએ છત પરથી નીચે કૂદીને આપઘાત કર્યો
કાળાધબ વાદળો સાથે બોડેલી વિસ્તારમાં વરસાદી છાંટા, ગરમીમાંથી રાહત તો ખેડૂતમાં ચિંતા
ભાજપની બંગાળ પ્રત્યેની મમતા અપરંપાર: ચોથી તારીખે નિષ્કર્ષ
શ્રીમંતો પર કર લાદવાથી આર્થિક અસમાનતા ઘટાડી શકાય?
PM ઈ-બસ સેવા અંતર્ગત ગોત્રી ખાતે ડેપોની કામગીરી તેજ, એક મહિનામાં સંપન્ન કરવાનો લક્ષ્યાંક
ભાજપ 80 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપશે, સક્ષમ 20 ટકા જ રીપીટ થશે
ટ્રમ્પનું નિવેદન: “ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન નહીં કરે” ઈરાનને શસ્ત્રો સપ્લાય કરતા દેશો પર 50% વધુ ટેરિફ
ભારતે ઈરાન સાથે સંપર્ક કરી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 16 જહાજોને પાછા લાવવાની તૈયારીઓ શરૂ કરી
અમદાવાદ મંડળમાં ટ્રાફિક બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત- બે વિશેષ ટ્રેનોની અવધિમાં વધારો -બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અમદાવાદ મંડળમાં 4 ટ્રેનો પ્રભાવિત
એસ.ટી.ના પાસ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે
ઇતિહાસમાં પહેલીવાર વન દળના વડા કક્ષાના અધિકારીની હકાલપટ્ટી
સિઝફાયરના થોડા કલાકોમાં ઈરાનની ઓઈલ રિફાઈનરી પર હુમલો, ઇરાને પણ કુવૈત પર હુમલો કર્યો
‘આશા છે કે આનાથી કાયમી શાંતિ આવશે’: ઈરાન-યુએસ યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન
ડિપ્લોમાથી ડિગ્રી પરીક્ષા મુલતવી, ઈજનેરીની 5 મે અને ફાર્મસી 9 મે નવી તારીખો જાહેર
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ, અનેકના પત્તા કપાશે
પેપર સેટર અને ચેકર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી?
પાકિસ્તાનના શ્રેય લેવાના પ્રયાસો વચ્ચે યુદ્ધવિરામમાં ચીનની મુખ્ય ભૂમિકાની ટ્રમ્પે પુષ્ટિ કરી
અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બાળકીઓના મોતમાં મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ
ગુજરાતમાં ભરઉનાળે ૩૭ તાલુકામાં તોફાની માવઠું
સોશિયલ મીડિયા જેટલું જ ભૌતિક પ્રચારનું મહત્વ
ભ્રષ્ટાચાર કેસમાં વિશાખાપટ્નમના સહાયક કમિશનર કલિંગિરી શાંતિની ACB એ ધરપકડ કરી
ચૂંટણીની ચહલપહલથી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં તેજી
વડોદરા : નિઝામપુરામાં રહેતા દંપતીએ વેપારીને રૂ.14.80 લાખનો ચૂનો ચોપડયો
ખડગેના નિવેદન પર વિવાદ બાદ માફી

સુરત : સુરત જિલ્લાના પલસાણા (Palsana) ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં રાત્રિના 2.28 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચ થી સાત મિનિટમાં ગૅસ કટરથી (Gas Cutter) IDBI બેન્કનું ATM મશીન (ATM Machine) કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે.દિવાળીના તહેવારો બાદ હજી રજાનો માહોલ પૂર્ણ થયો નથી. ત્યાં તો તસ્કરોએ પલસાણા ચાર રસ્તા હાઇવે ના સર્વિસ રોડ ઉપર આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં કાર્યરત IDBI (IDBI Bank) બેન્કના ATM મશીનને નિશાન બનાવ્યું છે. તસ્કરો ગૅસ કટરથી મશીન કાપી પ્લેટ માં મુકેલ અંદરથી 17.68 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
ATMમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર કેસરીનંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલા સિદ્ધિ કોમ્પલેક્સમાં પહેલા માળે IDBI બેન્કની શાખા આવેલી છે અને નીચે જ ATM મશીન આવેલું છે.આ ATM મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી. બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં ચારથી પાંચ તસ્કરો આવ્યા હતા અને જેમાંથી બે વ્યક્તિ ગૅસ કટર મશીન લઈને IDBI બેન્કના એટીએમમાં પ્રવેશ્યા હતા અને 5 થી 7 મિનીટમાં ATM મશીન ગૅસ કટર વડે કાપી મશીનની પ્લેટ માં મુકેલા રોકડા રૂપિયા 17.68લાખ રૂપિયા રોકડા ચોરી કરી નાસી છૂટ્યા હતાં. આ ઘટના અંગે બેંકના કર્મચારીની ફરિયાદ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેસ કટર પણ બીલીમોરાથી ચોર્યા હોવાની શંકા
પલસાણા ચાર રસ્તા પાસે આવેલા IDBI બેન્કના ATM મશીનમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ગૅસ કટરનો ઉપયોગ કર્યો હતો. તેમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે લાવેલ એક કોમર્શિયલ ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. આ ગૅસ સિલિન્ડર બિલ્લીમોરા વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
પોલીસની વારંવાર નોટિસ છતાં બેંકો સિક્યુરિટીની વ્યવસ્થા કરતી નથી
પોલીસની વારંવારની લેખિત નોટિસ અને મિટિંગ કરી બેન્ક મેનેજરોને જાણ કરવામાં આવી હોવા છતાં ATM મશીન અને બેન્કોની સિક્યુરિટી માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેને લઈ આ પ્રકરાની ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બેન્ક ઉપર રાખવામાં આવેલા ગાર્ડને છેલ્લા દોઢ મહિનાથી ખસેડી લેવામાં આવ્યો છે. પરિણામે ચાર રસ્તા પર ભરચક વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ચોરીની ઘટના બની હતી.
