Charchapatra

કૃષિ યાંત્રીકરણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રાજેશભાઈ પાસેથી ઇનોવેશન શીખવું જોઈએ

પોતાના ફેમિલી બિઝનેસને સતત ઇનોવેશનથી મોટો બનાવી કૃષિ યાંત્રીકીકરણ ફિલ્ડમાં નાનું અને મલ્ટીપર્પઝ ટ્રેક્ટર બનાવનાર કેપ્ટન ટ્રેકટર ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર રાજેશભાઈનું નામ ગુજરાત અને દેશમાં ખુબ જાણીતું છે. ધી છે.
કેપ્ટન ટ્રેકટર આજે ભારતમાંજ નહિ પણ વિશ્વસ્તરે ખેડૂતોમાં ખુબજ લોકપ્રિય બ્રાંડ બની રહી છે. ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનેલા એવા મીની ટ્રેક્ટર કે જેણે ભારત તો ખરું જ પણ વિશ્વના 50 થી વધુ દેશોમાં પોતાની કાર્યશૈલીથી ઓળખ મેળવી છે, જેમની પાછળ છે કેપ્ટન ટ્રેક્ટરની ઉચ્ચતમક્વોલીટી, પ્રોડક્ટની ઉપયોગીતા અને દરેક ખેડૂત ને પોસાય તેવા ભાવ સાથે બારેમાસ ઉપયોગ થઇ શકે તેવી કેપ્ટન ટ્રેક્ટરની ડીઝાઇન, અને વધુ માં કહીએ તો આધુનિક ખેતી માટે સર્વગુણ સંપન્ન ટ્રેક્ટર કે જેમાં ડીઝલની ખપત પણ બહુ ઓછી છે અને રખરખાવ ખર્ચ નહીવત સાથે દેખાવમાં પણ ખુબજ સુંદર છે.

રાજેશભાઈએ હંમેશા ગ્રાહકોની સંતુષ્ટિ એ જ પ્રથમ ધ્યેય સાથે કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી, કંપનીના ડીલર અને સપ્લાયર હમેશાં સારી ગુણવત્તા વાળી પ્રોડક્ટ બનાવવા માટે કટ્ટીબદ્ધ છે. કેપ્ટન ટ્રેક્ટર ને આ ભારતના સર્વપ્રથમ મીની ટ્રેક્ટરના સંશોધન માટે ભારત સરકાર તરફથી અનેક પુરસ્કારો થી સન્માનિત કરાયા છે અને સાથે સાથે તેમની ક્વોલીટી અને આગવી કાર્યશીલતા માટે પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

રાજેશભાઈના શબ્દોમાં અમારા સતત નવીનકરણ ફેરફાર અને નવીનીકરણના અભિગમ ના લીધે કેપ્ટન ટ્રેક્ટર આજે 50 થી વધુ મીની ટ્રેક્ટરના મોડેલ બનાવે છે કે જે મીની ટ્રેક્ટર ક્ષેત્રે સૌથી મોટી પ્રોડક્ટ રેંજ છે, અમો આ પ્રોડકટ્સથી ભારતનાં 17 થી વધારે રાજ્યો તેમજ દુનિયાના 50 થી વધુ દેશોનાં ખેડૂતો સુધી આ પ્રોડક્ટને પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. જેમાં ખુબજ વિકસિત દેશો જેવા કે અમેરિકા, જર્મની, ફ્રાંસ, સ્પેન, યુ.કે., ડેન્માર્ક, બેલ્જિયમ, મેક્સીકો, સ્લોવેકિયા, ઓસ્ટ્રીયા જેવા દેશો તેમજ જાપાન અને આફ્રિકા જેવા દેશોમાં પણ મોટી માત્રામાં કેપ્ટન ટ્રેક્ટરનું એક્ષ્પોર્ટ થઈ રહ્યું છે.

રાજેશભાઈની જોડે અદભૂત ટીમ છે. ભાઈઓના સહીયારા પ્રયાસ અને ટિમની શ્રેષ્ટ કાર્યદક્ષતાને લીધે આજે અમે ખેતીને એક અલગ દૃષ્ટિકોણ સાથે આધુનિક ખેતી તરફ લઈ જઈ રહ્યા છીએ. જેમાં કેપ્ટન ટ્રેક્ટર દ્વારા ઉત્પાદિત થતાં 100 થી વધારે ટ્રેક્ટર સંચાલિત ખેત ઓજારો, કે જેથી ખેડૂત તેના ઉપયોગ દ્વારા બારે માસ ખેતી કરી શકે છે જેમાં જમીન તૈયાર કરવાથી લઇને તૈયાર પાક ની હેરફેર સુધીનાં દરેક કામ માટે મીની ટ્રેક્ટર તેમજ કંપની દ્વારા ઉત્પાદિત ખેત ઓજારો નો ઉપયોગ કરી શકાય છે. વધુમાં રાજેશભાઈ જણાવે છે કે અમો માનીએ છીએ કે અમારા ગ્રાહકો નો વિકાસ એજ અમારો વિકાસ અને અમારા ગ્રાહકોનો સંતોષ એજ અમારો સંતોષ, અમે હંમેશા અમારી સાથે જોડાનારા દરેક લોકો જેમ કે અમારા ગ્રાહક, ડીલર, વેન્ડર અને કર્મચારીઓનાં વિકાસ માટે ખૂબ પારદર્શિતા, વિશ્વાસ અને પ્રમાણિકતા તેમજ નૈતિકતા અને મુલ્યો સાથે એકજૂટ થઈ ખૂબજ મજબુત વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ.

કેપ્ટન મીની ટ્રેક્ટર રાજકોટ ખાતે પોતના અદ્યતન ટેકનોલોજી વાળા તેમનાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બને છે, અહી ટ્રેક્ટર બનાવામાં માટે વપરાતા દરેક પાર્ટસની ઉચ્ચતમ ગુણવત્તાની ખાત્રી કર્યા બાદ જ તેને ટ્રેક્ટરમાં ફીટ કરવામાં આવે છે અને ટ્રેક્ટર બનાવવા માટેના નિયત ધારા ધોરણ સાથે અહી બનતું દરેક ટ્રેક્ટર ખુબજ કડક ક્વોલીટી પરિક્ષણ માંથી પસાર થઈ ને ખેડૂત સુધી પહોચે છે. આજે આ પ્લાન્ટની કેપેસીટી 2000 ટ્રેક્ટર પ્રતિ માસની છે. આ સાથે-સાથે કંપનીની આફ્ટર સેલ્સ સર્વિસ પણ ઉત્કૃષ્ટ છે જેમાં ખેડૂતોને પોતાના ઘરે કે ખેતર પર જ સર્વિસ મળી રહે તે માટે દરેક ડીલરશીપ પર સર્વિસ સ્ટેશન તેમજ પ્રશિક્ષિત મિકેનિક દ્વારા ખેડૂતોને ખુબ ઝડપી સર્વિસ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ છે. રાજેશભાઈના કહેવા પ્રમાણે કેપ્ટન ટ્રેક્ટરની બ્રાંડ માત્ર ખેડૂતોજ નહિ પણ કંપની સાથે જોડાયેલા દરેક લોકોના વિશ્વાસ અને મહેનતથી નવા શિખર હાંસિલ કરી રહી છે અને તેઓના દિલમાં એક અલગ ઓળખ બનાવી છે.

  • રાજેશભાઈ જોડેથી નીચે મુજબ શીખી શકાય
    જે કઈ કરો પરંતુ તેમાં પરફેકશન હોવું જોઈએ
  • જે કઈ નિર્ણય લો પરંતુ તે લીધા પછી પાછું વાળીને જોવું નહિ અને તેમાં સફળતા મેળવવી
  • આજના જમાનામાં ઇનોવેશન જ તમને બધા કરતા અલગ રાખશે
  • કોઈ પણ નવું કરો ત્યારે બધાને સાથે રાખી નિર્ણંય લેવો
  • તમારી ટિમ જ તમારા ગ્રાહકોને સંતોષ આપી શકશે આથી કર્મચારીઓને તમારા કુટુંબની જેમ ગણો

ubhavesh@hotmail.com

Most Popular

To Top