Gujarat

થરાદમાં PM મોદીની ચૂંટણી સભામાં મંડપ પાડવાનું કાવતરું, વિડીયો વાયરલ

બનાસકાંઠા: મોરબી(Morbi)માં બનેલી બ્રિજ દુર્ઘટના(Bridge Collapse)નાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી ઘટના બન્યા બાદ પણ લોકો તેમાંથી બોધપાઠ નથી લઇ રહ્યા. મોરબી બ્રીજ દુર્ઘટનામાં એક વિડીયો એવો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો બ્રીજને પગ મારીને નુકશાન પહોંચાડી રહ્યા હતા. ત્યારે આવી જ ઘટના થરાદ(Tharad)માં વડાપ્રધાન મોદી(Pm Modi)ના કાર્યક્રમમાં બની હતી. જેનો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. થરાદમાં યોજાયેલ પ્રધાનમંત્રીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

પી.એમ મોદીની સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વડાપ્રધાન મોદીની સભાને લઈ હજારોની ભીડ ભેગી થઈ હતી. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ સભા સ્થળે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સભામાં આવેલા એક યુવકે એવી હરકત કરી હતી જેને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ યુવકની હરકત સભામાં હાજર એક શખ્સે પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો.

આ છે સમગ્ર ઘટના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના બનાસકાંઠામાં હતા. જેમાં તેઓએ થરાદમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન આ ઘટના સામે આવી છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે,યુવક લોકોની અવરજવર માટે રોડ પર લગાવેલી લોખંડની રેલિંગ સાથે છેડછાડ કરી રહ્યો છે. યુવક લોખંડના થાંભલામાં સ્ક્રૂ ખોલી રહ્યો હતો. થોડી સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે સ્ક્રૂ કાઢીને ખિસ્સામાં નાખ્યો અને પછી તેની જગ્યાએ બેસી ગયો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

પોલીસે યુવકની અટકાયત કરી
ઉલ્લેનીય છે કે, હજારોનાં લોકો આ સભામાં આવ્યા હતા. આ દરમિયાન યુવકની આવી હરકતનાં કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત. યુવકને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે એક બોલ્ટ ચોરી કરવાથી કેટલી મોટી હોનારત સર્જાઈ શકે છે. ભીડમાં યુવક જે રીતે સ્ક્રુ કાઢી રહ્યો હતો તેને જોતા એવું લાગી રહ્યું હતું કે રેલિંગ પડી જશે અને જો રેલિંગ પડી ગઈ હોત તો નાસભાગ થઈ શકી હોત. સભામાં બંધાયેલો મંડપ આવા નાના નાના સ્ક્રૂ- બોલ્ટના કારણે ટકેલો હોય છે, પરંતુ આ યુવકની એક નાનકડી ભૂલના કારણે અનેક લોકોનો જીવ જઈ શકે તેમ હતું. પરંતુ મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ. હાલમાં આ સમગ્ર ઘટનામાં પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top