Entertainment

18 વર્ષ સાથે રહ્યા બાદ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના સંબંધો તૂટ્યા, છૂટાછેડાની અરજી દાખલ

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર ધનુષ (South superstar Dhanush) અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajinikanth) હવે સત્તાવાર રીતે અલગ થવા જઈ રહ્યા છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન (Marriage) 19 નવેમ્બર 2004ના રોજ થયા હતા. પરંતુ બંને 2 વર્ષોથી અલગ રહેતા હતા.

ઐશ્વર્યા રજનીકાંત વ્યવસાયે દિગ્દર્શક છે. તેમજ પાછલા 18 વર્ષોથી સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલ છે. ત્યારે ધનુષે ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. દંપતીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે ધનુષ અને ઐશ્વર્યાએ કલમ 13B (પરસ્પર સંમતિથી છૂટાછેડા) હેઠળ અરજી દાખલ કરી છે.

બંનેએ જાન્યુઆરી 2022માં અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો, ત્યારપછી તેમના વિશે મીડિયામાં વિવિધ પ્રકારના સમાચાર આવવા લાગ્યા હતા. ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર તેમના ચાહકો માટે કોઈ મોટા આંચકાથી ઓછા ન હતા. જોકે રજનીકાંતે ક્યારેય તેમના સંબંધો પર ટિપ્પણી કરી નથી.

કપલના સમાધાનની અફવાઓ ઉડી હતી
કપલે અલગ થવાની જાહેરાત કર્યા પછી પણ, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લીધા ન હતા. આ જ કારણ હતું કે લાંબા સમય પહેલા એવી અફવા હતી કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. એ દિવસોમાં બંને પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતા. તેમજ બંને સાથે પણ નહતા. પરંતુ માતા-પિતા હોવાને કારણે તેઓ ચોક્કસપણે તેમના બાળકોને ઉછેરતા હતા. તેમને યાત્રા અને લિંગ નામના બે પુત્રો છે.

ધનુષે અલગ થવાની જાહેરાત કરી હતી
તેમના અલગ થયાના લગભગ બે વર્ષ પછી, બંનેએ હવે છૂટાછેડા માટે અરજી કરી છે અને કેસની સુનાવણી પછી, તેઓ ટૂંક સમયમાં કાયદેસર રીતે અલગ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. બ્રેકઅપની જાહેરાત પછી તેઓ તેમના પુત્રો, યાત્રા અને લિંગની શાળાના કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા.

અગાવ 17 જાન્યુઆરી 2022 ના રોજ ધનુષે લગ્નના 18 વર્ષ પછી પોતાના X હેન્ડલ ઉપર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મિત્ર, દંપતી, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો તરીકે 18 વર્ષ વિતાવ્યા બાદ અમે હવે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને એકબીજાને વ્યક્તિગત રીતે વધુ સારી રીતે સમજવા માટે અમે સમય લેશું.

Most Popular

To Top