Gujarat

રાજ્યમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર: સુરત (Surat) રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીનો (Coldness) અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ કડકડતી ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે આગામી બે દિવસ તાપમાનમાં ઘટડો થશે તેથી ઠંડીનું જોર વધશે. ત્યાર બાદ ફરી 5થી 8 નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને હવામાનમાં પલટો આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો છે. ધીમે ધીમે શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ઠંડીના કારણે વહેલી સવારે ધુમ્મસ છાયું વાતાવરણ જોવા મળે છે. જેની અસર વાહનવ્યવ્હાર પર પણ પડી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી જઈ પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી કાશ્મીર ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું જોર વધવાની શક્યતા છે. તેથી મંગળવારે સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે ઘણા શહેરોનું તાપમાન ગગડ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.4 ડિગ્રી ઘટીને 34.7 તેમજ લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રી થયું હતુ. આ ઉપરાંત ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, નલિયામાં 16.3 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 17.5 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયુ હતુ.

હવામાન વિભાગના નિષ્ણાંતે કરી આગાહી
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે કેટલાક શહેરોમાં ગરમી પડી રહી છે. તાપમાનમાં પલટો આવતા ધીમે ધીમે ગરમી ઘટવાની શક્યતા છે, આ સાથે જ તેમણે જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવાની શક્યતા છે, ધીમે ધીમે હિમવર્ષા વધવાની શક્યતા છે. જેના કારણે દેશના અન્ય ભાગમાં જેમકે ઉતર્યા પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થવાની શક્યતાઓ છે.

કેટલાક રાજ્યોમાં હજી વરસાદ વરસી શકે છે
આ સિવાય તેમણે એમ જણાવ્યું કે પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાશે 18 અને 19 નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો સક્રિય રહેશે. તેમજ ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના કારણે ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પરિવર્તન આવશે.

Most Popular

To Top