Entertainment

57 વર્ષનાં થયા બોલિવૂડના ‘કિંગ ખાન’, જન્મદિવસ પર ફેન્સ માટે કરશે આ ખાસ કામ

મુંબઈ: 30 વર્ષ પહેલા ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડના (Bollywood) બાદશાહ (king) શાહરૂખ ખાનના (Shahrukh Khan) ઘર ‘મન્ન્ત’ની (Mannat) બહાર 1 ઓક્ટોબરથી જ સુપરસ્ટારના (superstar) ચાહકો (fans) એમની એક ઝલક માટે ઉમટી પડે છે, કારણકે 2 ઓક્ટોબરે રોમાન્સના કિંગ શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે. છેલ્લા 30 વર્ષથી બોલિવૂડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર શાહરૂખ આજે 57 વર્ષના થઇ ગયા છે. આજનો દિવસ કિંગ ખાનના ફેન્સ માટે કોઈ તહેવારથી ઓછો નથી. ગઈ રાતથી શાહરૂખના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘર મન્નતની બહાર રાહ જોઈ રહ્યા હતા. જ્યારે શાહરૂખ બહાર આવ્યા ત્યારે તેમના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ રીતે ઉજવશે કિંગ ખાન જન્મદિવસ…
દરેકના મનમાં એક પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે શાહરૂખ પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. વાસ્તવમાં, અભિનેતાની નજીકના સૂત્રોએ એક મીડિયા સંસ્થાને કિંગ ખાનના જન્મદિવસની યોજના વિશે માહિતી આપી છે અને જણાવ્યું છે કે આ વખતે શાહરૂખ પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે નહીં. દરેકની દિલથી ઈચ્છા હતી કે કિંગ ખાન પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે પરંતુ શાહરૂખ ખાન તેનો જન્મદિવસ ખૂબ જ સાદગીથી ઉજવશે.

જન્મદિવસ પર આ ખાસ કામ કરશે શાહરૂખ ખાન
મળતી માહિતી અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાન પોતાના ચાહકોને તો મળશે જ પરંતુ આ વર્ષે ચાહકોને મળવા ઉપરાંત શાહરૂખ એક ખાસ આયોજન કરશે જેમાં મીડિયા અને તેના ચાહકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે તેની કેક પણ કાપશે. આમ કરી શાહરૂખ તેના તમામ ચાહકોનો પણ આભાર માનવા ઈચ્છે છે જેઓ હંમેશા મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભા રહ્યા છે.

જન્મદિવસ પર શાહરૂખ ખાન તરફથી ફેન્સને ભેટ
પોતાના જન્મદિવસ પર ફેન્સને મળવાની સાથે જ શાહરૂખ ખાને તેમને બીજી મોટી ભેટ આપી છે. શાહરૂખ ખાને આજે તેના 57માં જન્મદિવસના અવસર પર તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કર્યું છે. અને ફેન્સને એ ઘણું પસંદ પણ આવી રહ્યું છે. એક્શનથી ભરપૂર ટીઝરને ગણતરીના કલાકોમાં જ લાખો લોકો દ્વારા જોવામાં આવ્યું છે અને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ ટ્રેલરમાં શાહરૂખ ખાનની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

Most Popular

To Top