Gujarat

વેલકમ ટુ સુરત પીએમ… હજીરાના L&T ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા

આજે પર્યાવરણ દિવસ છે અને આ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બન્યા છે. આજે એમનો આખો પોગ્રામ તૈયાર થઈ ગયો છે. આજે તેઓ કયારે, કેટલા વાગે સુરતમાં કયા સ્થળે જશે, આ સિવાય એમના સુરતાગમનથી સુરતની કાયા કેવી રીતે પલટાઈ છે. આવો જાણીએ…

સુરતમાં ચુસ્ત સુરક્ષા

વડાપ્રધાનની મુલાકાતને લઈને સમગ્ર સુરત શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 હજારથી વધુ પોલીસ જવાનો, 6 DCP કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓને બંદોબસ્તમાં મુકવામાં આવી છે. NSG અને SPGના અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. એરપોર્ટથી હજીરા અને ઇન્ડોર સ્ટેડિયમ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષા એજન્સીઓએ અગાઉથી રિહર્સલ પણ પૂર્ણ કરી દીધું છે.

6 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

સમગ્ર શહેરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના મહત્વપૂર્ણ માર્ગો અને કાર્યક્રમ સ્થળોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેર પરિવહનમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. PM મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરને લોખંડી કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ગુરુવારે બપોરથી જ પોલીસે સમગ્ર રૂટ અને કાર્યક્રમના સ્થળો પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

RTS રૂટમાં આ ફેરફારો

BRTS રૂટ નંબર 12 હવે સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક વચ્ચે જ દોડશે, જ્યારે રૂટ નંબર 14 પાલ RTOથી કોસાડ EWS H2 સુધી મર્યાદિત રહેશે. ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 12 સિટી બસ રૂટ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. BRTS રૂટ નં. 12 (ONGC કોલોનીથી સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક વચ્ચે દોડશે, જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોનીથી કોસાડ EWS H2) હવે પાલ RTOથી કોસાડ EWS H2 વચ્ચે ઓપરેટ થશે. આ ઉપરાંત, કાલે સંપૂર્ણ બંધ રહેનારા 12 સિટી બસ રૂટોમાં રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126Rનો સમાવેશ થાય છે. આ તમામ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, ચોક, અડાજણ GSRTC, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, આભવા, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કાડી ફળિયા, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વના વિસ્તારોને સાંકળે છે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ રાબેતા મુજબ શરૂ થશે.નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમની અભેદ્ય સુરક્ષા અને શહેરી ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની સૂચનાથી તારીખ 5 જૂન 2026ના રોજ રોજિંદા 2 લાખથી વધુ મુસાફરોને સેવા આપતી સિટી બસના 12 રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના 2 રૂટોને ડાયવર્ટ કરાયા છે. વડાપ્રધાનના સત્તાવાર રૂટ પર આવતી બસ સેવાઓ સ્થગિત કરીને અન્ય માર્ગો પર વાળવામાં આવી છે તેમજ બાકીના શહેરી રૂટો પર બસો ઓછી ફ્રિકવન્સીથી દોડશે. વીવીઆઈપી પ્રવાસ અને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ જ તમામ રૂટો પર બસ સેવા ફરી કાર્યરત થશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કાર્યક્રમ સ્થળો અને મહત્વના માર્ગો પર સુરક્ષાનો અભેદ્ય કવચ ગોઠવવામાં આવ્યો છે, જ્યારે આધુનિક પોલીસિંગના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ઈ-બાઈક પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
  • વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમ સ્થળ એવા ઇન્ડોર સ્ટેડિયમ સહિત શહેરના વિવિધ વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ જવાનો ઈ-બાઈક દ્વારા સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ પહેલનો હેતુ ઝડપી પ્રતિસાદ, અસરકારક દેખરેખ અને પર્યાવરણમૈત્રી સુરક્ષા વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.
  • વડાપ્રધાન મોદી દ્વારા વારંવાર ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે આપવામાં આવતા સંદેશને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે પણ અનોખી પહેલ હાથ ધરી છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના વીઆઇપી બંદોબસ્ત માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલ પર રવાના થયા હતા, જેનાથી ગ્રીન મોબિલિટી અને ઇંધણ બચતનો સંદેશ આપવામાં આવ્યો.
  • આ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં વિશાળ સાયકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ યાત્રામાં સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો, પોલીસ અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અંદાજે 2000થી વધુ લોકોએ સાયકલ પર યાત્રા કરીને પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતનો સંદેશ આપ્યો હતો.
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાદગીપૂર્ણ અંદાજમાં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનો કાફલો માત્ર બે કાર સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યો હતો, જે પણ સરળતા અને મિતવ્યયિતાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
  • ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અડાજણથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી પગપાળા યાત્રા કરીને પહોંચ્યા.
  • રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં હજારો કાર્યકર્તાઓએ 5.5 કિલોમીટરથી વધુનું સાયકલ રેલી સ્વરૂપે અંતર કાપીને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે હાજરી આપી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અદ્યતન આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ વિકસાવવામાં આવેલા સ્વદેશી સંરક્ષણ સાધનો, અદ્યતન ટેન્કો અને ભારતીય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઘાતક હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને હજીરા વિસ્તાર તેમજ એલએન્ડટી પ્લાન્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો.
  • PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા; હજીરાના L&T ડિફેન્સ પ્લાન્ટમાં સ્વદેશી ‘જોરાવર’ ટેન્ક સહિત અત્યાધુનિક હથિયારો અને રક્ષા સાધનોનું નિરીક્ષણ કર્યું.

Most Popular

To Top