Dakshin Gujarat

કરોડોની નકલી નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો

બારડોલી : (Bardoli) ચર્ચાસ્પદ બનાવટી (Forged) ભારતીય (Indian) ચલણી નોટ (Currency Note) કેસમાં નોટ છપાવી સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો.સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથક હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પરથી એક હોટલ નજીકથી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી 28 કરોડથી વધુની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવી હતી જોકે આ નોટ પર ફિલ્મના શુટિંગ માટે લઈ જવાતી હોવાનું જણાવી એમ્બ્યુલન્સના ડ્રાઇવર કમ ટ્રસ્ટી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી જોકે પોલીસને શરૂઆતમાં જ શંકાસ્પદ લાગતા પોલીસે આરીપીને સઘન પૂછપરછ શરૂ કરી હતી જેમાં પોલીસને એકબાદ એક ચોંકાવનારી હકીકત અને કરોડોની નકલી નોટનો મામલો સામે આવ્યો હતો.

આરોપીએ દિલ્હીથી રૂપિયા પ્રિન્ટિંગ કરાવી મુંબઈ ખાતે સપ્લાઈ કર્યા હતા
તપાસ દરમિયાન પોલીસે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટક કરી છે. દિલ્હીથી રૂપિયા 334 કરોડથી વધુનો નકલી ચલણી નોટનો જથ્થો ગુરુમિતસિંગ નામના આરોપીએ પ્રિન્ટિંગ કરાવી મુંબઈ ખાતે સપ્લાય કર્યો હતો. પોલીસે ગુરુમિતસિંઘની ઓફિસે દરોડા પાડી 17 કરોડની વધુ બનાવટી નોટ કબ્જે કરી હતી. પોલીસે ગુરુમિતસિંઘ જગજીતસિંઘ ઠઠલની ધરપકડ કરી હતી. ગુરુમિતસિંઘને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 8 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતાં.

નકલી નોટ સપ્લાય બદલ ગુરમીતસિંઘને 13 લાખ રૂપિયા મળ્યા હતા
પકડાયેલો આરોપી ગુરમીતસિંઘ જગજીતસિંઘ ઠઠલ બાઉન્સરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસ પૂછપરછમાં જણાવ્યુ હતું કે, અગાઉ પકડાયેલા આરોપીઓ વિકાસ પદમચંદ જૈન અને પ્રવીણ જૈન સાથે સંપર્કમાં આવતા અલગ અલગ દરની બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્થો છપાવી આપવા માટે ડીલ કરી હતી. પકડાયેલા આરોપી ગુરુમિતસિંઘએ બનાવટી ચલણી નોટનો મોટો જથ્થો દિલ્હી ખાતે બનાવડવી વિકાસને સપ્લાય કર્યો હતો. જેના પેટે ગુરમીતસિંઘને 13 લાખ રૂપિયાની માતબર રકમ મળી હતી.

રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામેથી રીક્ષા નંબર-જી.જે.16.એ.ટી. 2616માં દેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ શહેરમાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે સર્વોદય ચોકડી નજીક વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી રીક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 30 બમફરમાં ભરેલ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1200નો દેશી દારૂ અને રીક્ષા મળી કુલ 41 હજારથી વધુના મુદ્દામાલ સાથે જિન ફળિયામાં રહેતો રીક્ષા ચાલક સચિનકુમાર ચંપક વસાવાને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top