SURAT

હે મા.. માતાજી…, સુરતમાં કામવાળીઓ હડતાળ પર બેઠી

સુરત (Surat) : સુરત શહેરના અડાજણ નજીક પાલ વિસ્તારમાં આવેલી ગ્રીનસિટી સોસાયટીની કામવાળીઓએ અચાનક જ સ્ટ્રાઇકની જાહેરાત કરી દેતા અહીં રહેતી ગૃહિણીઓ ચિંતામાં મૂકાઇ ગઇ છે. એક કામવાળી ઉપર ખોટી રીતે ચોરીનો આરોપ મૂકવામાં આવતા તમામ કામવાળી એકત્ર થઇ ગઇ હતી અને ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી દીધી છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં ગ્રીનસિટી આવેલી છે. અહીં આશરે 18 જેટલા ટાવર છે અને 13 માળના ટાવરમાં દરેક માળ ઉપર ચાર ફ્લેટ આવેલા છે. આમ એક ટાવરમાં 52 જેટલા ફ્લેટ આવેલા છે આ ઉપરાંત પણ આ કોમ્પલેક્સમાં અલગ અલગ નામથી અન્ય બિલ્ડિંગ પણ આવેલી છે. દરમિયાન આજે એક ફ્લેટધારકે એક કામવાળી ઉપર ચોરીનો આરોપ મૂક્યો હતો. જેના કારણે આ કામવાળીઓ વિફરી હતી. આ કામવાળીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી તો ત્યાં પણ કામવાળીનું ટોળું પહોંચ્યું હતું અને તે કામવાળી નિર્દોષ હોવાની દલીલ કરી હતી. આ કામવાળીઓ એટલી હદે ઉશ્કેરાઇ હતી કે તાત્કાલિક અસરથી હડતાળની જાહેરાત કરી દીધી છે. અહીં ત્રણ દિવસ સુધી કામવાળીઓએ હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે અહીં રહેતી ગૃહિણીઓ ચિંતામાં મૂકાઇ ગઇ છે. એટલું જ નહીં આ કામવાળીઓના સમર્થનમાં પાલ ઉપરાંત ભાઠા અને ભાટપોરની કામવાળીઓ પણ હડતાળ પર ઉતરે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

અડાજણમાં અસ્થિર મગજના યુવાને તોફાન મચાવી મા-બાપને કાઢી મૂક્યા
સુરત: અડાજણ વિસ્તારમાં અસ્થિર મગજના યુવકે સવારમાં ઘરમાં તોફાન કરી પોતાના માતા-પિતાને ઘરની બહાર કાઢી મુક્યા હતા અને ત્યારબાદ ધરનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. માતા-પિતાએ દરવાજો ખોલવાનું કહેવા છતા યુવકે દરવાજો ન ખોલતા ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. જેથી અડાજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, અડાજણ મક્કાઈ પુલની નજીક આવેલી રવિન્દ્ર પાર્ક સોસાયટીમાં ફ્લેટ નંબર 101 માં રહેતો 27 વર્ષીય ધાર્મિક અસ્થિર મગજનો છે. સવારમાં ધાર્મિકે અચાનક જ ઘરમાં તોફાન મચાવ્યું હતું અને પોતાના માતા પિતાને ઘરમાથી બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ ધાર્મિકે ઘરનો દરવાજો અંદરથી લોક કરી લીધો હતો. દરવાજો ખોલવા માટે તેને બહુ આજીજી અને વિનંતીઓ કરી હતી છતાં ધાર્મિકે દરવાજો નહીં ખોલતા આખરે તેના પિતાએ ફાયર વિભાગમાં જાણ કરી હતી જેથી અડાજણ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી દરવાજો તોડીને યુવકને બહાર કાઢ્યો હતો.

Most Popular

To Top