National

ભારતમાં કોરોના કેવી રીતે નબળો પડ્યો? નિષ્ણાતોય મૂઝવણમાં

એક તબક્કે એવું લાગતું હતું કે ભારતમાં કોરોનાવાયરસ સૌથી વધુ કેસના આંકડાની બાબતમાં અમેરિકાને પણ વટાવી જશે પણ હવે ભારતમાં દરરોજના માત્ર ૧૧૦૦૦ કેસ નોંધાઇ રહ્યા છે જે ભારતમાં રોગચાળાની ટોચના સમયે એક લાખનો આંકડો હતો.

ભારતમાં કેસો કઇ રીતે આટલા ઘટી ગયા અને રોગચાળાની ગતિ ધીમી પડી ગઇ તે અંગે નિષ્ણાતો વિચારમાં પડી ગયા છે. કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ભારતમાં હર્ડ ઇમ્યુનિટી સર્જાઇ ચુકી છે તો એવી પણ અટકળ થઇ રહી છે કે ભારતીયોમાં આ વાયરસ સામે રક્ષણ કદાચ પહેલાથી જ અસ્તિત્વમાં હોઇ શકે છે. એકંદરે ખૂબ નીચા પડી ગયેલા ચેપના દરથી વૈજ્ઞાનિકો મૂંઝાઇ ગયા છે.

ભારતમાં ચેપના કેસો સપ્ટેમ્બરથી ઘટવા માંડ્યા અને અત્યારે તો દરરોજના માત્ર ૧૧૦૦૦ જેટલા જ નવા કેસો નોંધાઇ રહ્યા છે જે રોગચાળાની પિકના સમયે લગભગ દરરોજના ૧૦૦૦૦૦ હતા. નિષ્ણાતો આ માટે વિવિધ વિસ્તારોમાં લોકોમાં સામૂહિક પ્રતિકાર શક્તિ(હર્ડ ઇમ્યુનિટી) સર્જાઇ હોવા સહિતની અટકળો કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર કેસો ઘટવા માટે આંશિક રીતે માસ્ક પહેરવાની બાબતને પણ યશ આપે છે જે ભારતમાં જાહેર સથળોએ ફરજિયાત છે અને કેટલાક શહેરોમાં તો આના ભંગ બદલ જંગી દંડ કરવામાં આવે છે.

જો કે માસ્કના નિયમો બધી જગ્યાએ સરખા નથી અને કેટલાક વિસ્તારોમાં તો આનું ખાસ પાલન પણ થતું નથી છતાં દેશભરમાં એકી સાથે કેસો ઘટી ગયા છે જે બાબત નિષ્ણાણોને ગુંચવાડાભરી લાગી રહી છે, ખાસ કરીને એ સંદર્ભમાં કે ભારતમાં ૧૧૦ લાખ કેસો તો નોંધાઇ ચુક્યા છે અને ૧૫પ૦૦૦ કરતા વધુ લોકોના મોત કોવિડથી થઇ ચુ્ક્યા છે.

જો તમે કારણ જાણતા ન હો તો અજાણતામાં કદાચ એવા પગલાં ભરી બેસો જે કેસોમાં ઉછાળો નોંતરી શકે એ મુજબ જાણીતા વાયરોલોજિસ્ટ ડૉ. શાહીદ જમીલે જણાવ્યું હતું. ભારતમાં કેસો ઘટવા માટે રસીકરણને પણ યશ આપી શકાય તેમ નથી કારણ કે કેસો તો સપ્ટેમ્બરથી ઘટવા માંડ્યા હતા જ્યારે રસીકરણ તો છેક જાન્યુઆરીમાં શરૂ થયું અને આથી જ ભારતમાં કેસોમાં મોટો ઘટાડો એ એક કોયડાની બાબત બની રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top