Home Articles posted by Online Desk 2
સંયુક્ત રાષ્ટ્રોની આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે વિશ્વભરમાં કોવિડ-19ની સારવારના વ્યાપક પરિક્ષણથી જાણવા મળ્યું છે કે રેમડેસીવીરની ગંભીર કેસો પર બહુ ઓછી અથવા સાવ અસર પડતી નથી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા ત્યારે તેમની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે તેના 6 મહિનાના ‘સોલિડરીટી થેરાપ્યુટીક્સ […]
ફાઈઝર કંપની પોતાની કોવિડ-19 રસીને નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહ પહેલાં તાકીદે અધિકૃત કરવાની વિનંતી કરી શકે નહીં અને તે પણ બધું સારી રીતે થશે ત્યારે, એમ કંપનીના સીઈઓએ શુક્રવારે જાહેર કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના દિવસ પહેલાં રસી આવવાનું વારંવાર વચન આપી રહ્યા છે તો છતાં વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી કે તેમના આંકડાઓ દર્શાવે છે […]
કોરોનાવાયરસ સામે રક્ષણ માટે વિશ્વભરમાં વિકસાવાઇ રહેલ રસીઓમાં જે મોખરે ગણાય છે તે બ્રિટનના ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલ રસી વિશે રશિયા હવે બનાવટી સમાચારો અને અફવાઓ ફેલાવવા માંડ્યું છે જેમાં તેના પ્રચારકો એવી વાત ફેલાવી રહ્યા છે કે આ રસી લેવાથી માણસો વાંદરા બની જશે. રશિયાના પ્રચારકો ઓક્સફર્ડની રસીને મન્કી મીમ્સ સાથે દર્શાવી […]
ભારતે ૧૯૯૦થી દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં એક દાયકા કરતા વધુનો ઉમેરો કર્યો છે એમ એક અભ્યાસ જણાવે છે જેમાં વિશ્વના ૨૦૦ કરતા વધુ દેશો અને પ્રદેશોમાં મૃત્યુના ૨૮૬ કારણો અને ૩૬૯ રોગો અને ઇજાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. લાન્સેટ જર્નલમાં પ્રગટ થયેલ આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં અપેક્ષિત આયુષ્ય (સરેરાશ વ્યક્તિ કેટલું જીવશે […]
ડોકટરો ચેતવણી આપી રહ્યા છે કે યુરોપ એક ટર્નિંગ પોઇન્ટ પર છે જ્યારે કોરોનાવાયરસના કેસો આખા ખંડમાં ફરી વધી રહ્યા છે અને સરકારો હવે આખા અર્થતંત્રને લૉકડાઉન કર્યા વિના નિયંત્રણો લાદવા પ્રયાસો કરી રહી છે. જયારે નવા કેસો વિક્રમી સ્તરે પહોંચી રહ્યા છે ત્યારે ચેક રિપબ્લિકન શાળાઓ બંધ કરી રહ્યું છે અને એક ફિલ્ડ હોસ્પિટલ […]
રશિયાના એક ગામમાં અચાનક ઉંડો ભૂવો પડતા એક આખું ઘર તેમાં ધસી ગયું હતું અને આ ઘરમાં રહેતી વૃદ્ધા પણ આ ઘરની સાથે જમીનમાં ધસી ગઇ હોવાની શંકા છે. મળતી માહિતી પ્રમાણે વીશ્કોવ નામના ગામમાં અચાનક એક સ્થળે જમીન ધસી ગઇ હતી અને તેમાં પ૦ ફૂટનો વ્યાસ ધરાવતો ખાડો પડી ગયો હતો. અચાનક પડેલા આ […]
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર શ્રીકૃષ્ણ વિરાજમાનની અરજી શુક્રવારે કોર્ટે મંજૂર કરી. 12 ઓક્ટોબરના રોજ શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી જિલ્લા કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં પરિસરમાં અતિક્રમણ કરી શાહી ઇદગાહ મસ્જિદ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શાહી મસ્જિદની જમીન સહિત 13.37 એકર જમીન પર દાવો કરવામાં આવ્યો છે. શુક્રવારે જિલ્લા કોર્ટે આ મામેલ […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીનની રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોરોના થયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. શી જિનપિંગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વારંવાર ખાસી કરતા જોવા મળે છે. જાણકારોએ જિનપિંગની આ લાઇવ ક્લિપ સામે આવ્યા બાદ તેમના આરોગ્યને લઇને ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ ડર દર્શાવ્યો હતો કે જિનપિંગ […]
આજે અહીં રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિન્સના બોલરોના પ્રભાવક બોલિંગ પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેનોના ધબડકો થયો હતો, અંતિમ ઓવરોમાં પેટ કમિન્સે રમેલી અર્ધ શતકીય ઇનિંગ અને કેપ્ટન ઇયોન મોર્ગન સાથેની તેની 87 રનની નોટઆઉટ ભાગીદારીથી મુકેલા 149 રનના પડકાર સામે મુંબઇ ઇન્ડિન્સ ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી […]
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ ચેનલના ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કહ્યું હતું કે તેમને એ બાબત યાદ નથી કે તેમનો કોવિડ ટેસ્ટ ક્યારે નેગેટીવ આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રમ્પે માસ્ક પહેરવાનો પણ વિરોધ કર્યો હતો. એનબીસી ન્યૂઝ ચેનલના ટાઉન હોલ કાર્યક્રમમાં ટ્રમ્પ એન્કર સાવાનાહ ગુથ્રી સાથે અનેક બાબતે આથડી પડ્યા હતા. તેમણે આ […]