Charchapatra

સિનિયર સીટીઝન એસોસીએશનનો વહીવટ

 ‘ગુજરાતમિત્રની’ ચર્ચાપત્રની કોલમમાં હમણાં-હમણાં સિનિયર સિટિઝન્સની સંસ્થાઓના વહીવટ તેમજ આર્થિક બાબતોને વાચા આપેલ છે. જેના અનુસંધાનમાં સુરત શહેરમાં છેલ્લાં 27 વર્ષોથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્વ. શ્રી ધીરુભાઇ દેસાઇ સ્થાપિત સિનિયર સીટીઝન્સ એસોસીએશન સંસ્થા કાર્યરત છે. તેના પારદર્શક વહીવટ અને હિસાબો માટે શહેરની મોખરાની સંસ્થા પૈકી એકમાં ગણતરી થાય છે. આ સંસ્થાની પ્રતિવર્ષની આવક જાવકની ચકાસણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની (C.A.) કંપની મારફત ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. જે રિપોર્ટ ચેરીટી ટ્રસ્ટના કમિશ્નરની કચેરીએ પણ રજૂ કરવામાં આવે છે. આ સંસ્થા ચેરીટી ટ્રસ્ટની કચેરીએ રજીસ્ટર્ડ નંબર ગુજરાત/867 સુરત તા. 23-4-1998 થી રજીસ્ટર્ડ થયેલ છે.

આ રિપોર્ટનો અહેવાલ વાર્ષિક સાધારણ સભામાં દરેક સભ્યોને મળે તે હિસાબે સંસ્થાના ગ્રુપમાં ફોરવર્ડ કરવમાં આવે છે. જે મીટીંગમાં સભ્યો મારફતે મંજૂર કરાવવામાં આવે છે. પોલીસ કમિશ્નર અજય તોમરે સંસ્થાની મુલાકાત દરમ્યાન સંસ્થાના પારદર્શક વહીવટ અને પ્રગતિ માટે અભિનંદન આપેલ. સભ્યોને પ્રતિમાસિક સભામાં ઉપહારની સાથે જન્મદિનની શુભેચ્છા ભેટ પણ આપવામાં આવે છે. પ્રતિવર્ષ ઓડિટ રિપોર્ટ ધ્યાને વાર્ષિક ભેટકૂપન રૂ. 350થી રૂ. 400/-ની મર્યાદામાં આપવામાં આવે છે. આમ સિનિયર સીટીઝન્સ એસોસીએશનનો વહીવટ માઇક્રો પારદર્શક તેમજ આવક-જાવકના હિસાબી ખર્ચમાં પણ પારદર્શક છે, જેનાથી સંસ્થાના તમામ સભ્યોને સંતોષ અને વિશ્વાસ છે. એ જ સંસ્થાના હોદ્દેદારો નિ:સ્વાર્થ સેવા આપી રહેલ છે.
સુરત     – બળવંત બી. ગજ્જર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top