Sports

ટી-20 રેન્કિંગમાં સૂર્યા નંબર વન બેટર

દુબઈ, તા. 02 : ભારતીય ટીમ (Team India) બાંગ્લાદેશ સામે રમવા મેદાનમાં ઉતરી ત્યારે જ ટીમ ઈન્ડિયાનો આક્રમક અને 360 ડિગ્રી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadiv) ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં (Renking) નંબર વન (No One) બેટ્સમેન (Batsman) બન્યો હતો. ભારતીય બેટ્સમેને ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા પાકિસ્તાનના શાસનનો અંત લાવ્યો હતો. સૂર્યાએ પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડ્યો હતો અને તે પછી તેના મહંમદ રિઝવાનને નંબર વનની ખુરશી પરથી હડસેલીને પોતે તેના પર બિરાજ્યો હતો.

ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચ પર
ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તાજેતરમાં તેના શાનદાર ફોર્મને કારણે બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે. સૂર્યકુમાર ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર વિરાટ કોહલી પછી માત્ર બીજો ભારતીય બેટ્સમેન છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી ટોપટેનમાંથી બહાર વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં તેના સારા પ્રદર્શનના કારણે ટોપ ટેનમાં 10માં ક્રમે એન્ટ્રી કરી છે.

ઓસ્ટ્રેલિયામાં સર્વાધિક રન કરવા મામલે વિરાટ કોહલી સચિનથી આગળ નીકળ્યો
એડિલેડ, તા. 02 : વિરાટ કોહલી આજે બાંગ્લાદેશ સામેની નોટઆઉટ 64 રનની ઇનિંગ રમવાની સાથે જ સચિન તેંદુલકરને ઓવરટેક કરીને ઓસ્ટ્રેલિયામાં સર્વાધિક રન કરનારો ભારતીય બેટ્સમેન બન્યો છે. જ્યારે ઓવરઓલ વિદેશી બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા ક્રમે પહોંચી ગયો છે અને સચિન પાંચમા નંબર પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં સર્વાધિક રન કરનારા વિદેશી ખેલાડીઓમાં પહેલા ક્રમે 4529 રન સાથે વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ વિવિયન રિચર્ડ્સ પ્રથમ સ્થાને છે. જ્યારે વિન્ડીઝના જ ડેસમેન હેન્સ 4238 રન સાથે બીજા તો બ્રાયન લારા 3370 રન સાથે ત્રીજા ક્રમે છે. તે પછી 3350 રન સાથે ચોથા ક્રમે કોહલી અને 3300 રન સાથે સચિન પાંચમા ક્રમે છે.

સચિન 10 વખત ICC ઈવેન્ટ્સમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે
44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને આ સાથે કોહલીએ ICC ઈવેન્ટમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ બનવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.સચિન 10 વખત ICC ઈવેન્ટ્સમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે.આ સાથે જ વિરાટ કોહલીએ આજે ​​ICC ઈવેન્ટમાં રમાયેલી મેચમાં પોતાનો 10મો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

Most Popular

To Top