Gujarat

રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં ૧૨૭ નવા ફરતા પશુ દવાખાનાઓ (Mobile Animal Hospital) મંજુર કરવામાં આવ્યા છે. આ નવીન ૧૨૭ પશુ દવાખાના કાર્યરત થતાં રાજ્યના ૧૨૭૦થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી (Emergency) ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે.પશુપાલન મંત્રી (Animal Minister) રાઘવજી પટેલે (Raughavji Patel) જણાવ્યું હતું.

“10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના”
ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- ૧૯૬૨” તથા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK- EMRI મારફતે સફળતાપુર્વક વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” દ્વારા રાજ્યના કુલ ૩૧ શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે જ્યારે ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના ૫૨૯૮ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Most Popular

To Top