Gujarat

રાજ્યની 600થી વધુ બેઠકો પર બિનહરીફ, 5 નગરપાલિકામાં કબજે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ બનાવી લીધી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યમાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપની બિનહરીફ બેઠકોમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતાની સાથે જ ભાજપે રાજ્યની 5 મહત્ત્વની નગરપાલિકા કડી, ઊંઝા, ગણદેવી, શહેરા અને બાયડમાં વિજયધ્વજ લહેરાવી દીધો છે.

રાજ્યભરમાં ભાજપની બિનહરીફ બેઠકોનો આંકડો 600ને પાર, ગર્ત ટર્મમાં 229 હતો
આ વખતે વિપક્ષી ઉમેદવારોએ અનેક સ્થળોએ મેદાન છોડી દેતા ભાજપને મોટો ફાયદો થયો છે.

  • મહાનગરપાલિકા: 17 મહાનગરપાલિકામાં ભાજપના 20થી વધુ સભ્ય બિનહરીફ ચૂંટાયા છે.
  • નગરપાલિકા: રાજ્યની નગરપાલિકાઓમાં 178થી વધુ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે.
  • જિલ્લા અને તાલુકા પંચાયત: જિલ્લા પંચાયતની 12 અને તાલુકા પંચાયતની 90થી વધુ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે.
  • કુલ પરિણામ: રાજ્યભરમાં કુલ 600થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપની મજબૂત રણનીતિ દર્શાવે છે. ગત ચૂંટણીમાં આ આંકડો 229 બેઠકોનો હતો.

ક્યા કેટલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

  • મહાનગરપાલિકા: 70 ફોર્મ પરત ખેંચાયા બાદ હવે 3508 ઉમેદવારો મેદાનમાં છે.
  • નગરપાલિકા: 188 ઉમેદવારોના ખસી જવાથી હવે 6104 ઉમેદવારો વચ્ચે જંગ થશે.
  • જિલ્લા પંચાયત: 141 ફોર્મ પરત ખેંચાયા, હવે 3226 ઉમેદવારો લડશે.
  • તાલુકા પંચાયત: સૌથી વધુ 14,459 ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળશે.

Most Popular

To Top