Gujarat

ભાજપ અને તંત્રએ કોંગ્રેસના ઉમેદવારોનો તોડવા માટે 25 લાખ આપ્યા?, કોંગ્રેસના આક્ષેપો

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં અમદાવાદમં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને સરકારી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ અને પ્રશાસન નિષ્પક્ષ રીતે કામ કરવાની જગ્યાએ ભાજપના પક્ષમાં ઝુકાવ દાખવી રહ્યા છે. પોલીસ અને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે DGP અને ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જે તંત્રની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

પ્રદેશ કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી સચિવને મળી સત્તાવાર ફરિયાદ નોંધાવીને તથા મજબૂત પુરાવાઓ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે અંત સુધી લડત આપશે અને જરૂર પડે તો ન્યાયાલયનો દરવાજો ખખડાવશે. અમિત ચાવડાએ કહ્યું હતુ કે કેટલાક સરકારી કર્મચારીઓ ખુલ્લેઆમ ભાજપને મદદ કરી રહ્યા છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે 25 લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારો પર પોલીસ દબાણ બનાવી રહી છે. તેમને ડરાવી-ધમકાવીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું આ પ્રકારની રાજનીતિ લોકશાહી મૂલ્યોને ખંડિત કરે છે.

Most Popular

To Top