
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા શહેરના વડસર બ્રિજ નીચે રેલ્વે ટ્રેક ઉપર આવી રહેલી ટ્રેન સામે અજાણી વ્યક્તિએ મોતની છલાંગ લગાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ વ્યક્તિ કોણ છે અને કેમ તેણે આ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના વડસર બ્રિજ નીચે એક દુઃખદ ઘટના બનવા પામી છે, એક અજાણ્યા વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન નો અંત આણી દીધો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને તરત જ પોલીસ તથા રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યક્તિએ અચાનક ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. ટ્રેન સાથે ટકરાતાજ ઘટના સ્થળ પર તેનું મોત નીપજ્યું હતું. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.