વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન હાઇટ ARTIA-2 કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ બિલ્ડિંગની બારીઓના કાંચ તૂટી ગયા હતા, જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ આગના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં રાખવા જરૂરી વ્યવસ્થા ગોઠવી હતી.