Education

ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યાઓ પર મેગા ભરતી

SAT મેરિટથી સીધી નિમણૂક, શાળાઓમાં શારીરિક શિક્ષણને મળશે વેગ :

લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાતા હજારો વિદ્યાર્થીઓને થશે ફાયદો :


( પ્રતિનિધિ )વડોદરા,તા.14

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીથી રાજ્યમાં શારીરિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો સરકારનો પ્રયાસ છે.

ઉમેદવારોની પસંદગી રાજ્ય સ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી સેટના મેરિટના આધારે કરવામાં આવશે. આ માટે અલગથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે નહીં. જે ઉમેદવારોએ એસએટી પાસ કરેલી હશે અને વ્યાયામ શિક્ષકની લાયકાત ધરાવતા હશે તેઓ મેરિટ મુજબ પસંદગી પામશે. રાજ્યની સરકારી શાળાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી વ્યાયામ શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી હતી. નવી શિક્ષણ નીતિનો અમલ નેપ 2020 અંતર્ગત શારીરિક શિક્ષણ અને રમત-ગમતને અભ્યાસક્રમનો ફરજિયાત ભાગ બનાવાયો છે. વિદ્યાર્થી ઓનો સર્વાંગી વિકાસ જેમાં પ્રશિક્ષિત શિક્ષકો મળવાથી વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે અને રમતગમતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ વધશે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી માટેની વિગતવાર જાહેરાત, લાયકાત, વયમર્યાદા અને ઓનલાઈન અરજીની તારીખો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે રોજગારીની મોટી તક સર્જાતા શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા હજારો ટેટ-સેટ પાસ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી છે.

Most Popular

To Top