Dakshin Gujarat

ઝઘડિયા તાલુકાના દરિયા ગામેથી બ્રાન્ડેડ દારૂના 672 ટીન ઝડપાયા

ઝઘડિયા : જિલ્લા એલસીબીએ (LCB) ઝઘડિયાથી કડિયા ડુંગર તરફ જવાના રોડ પર દરિયા ગામની સીમમાંથી ૬૭૨ નંગ બિયરના ટીન (Beae Tin) ઝડપી પાડ્યાં હતાં. ભરૂચ (Bharuch) એલસીબીએ ઝઘડિયાથી કડિયા ડુંગર તરફ જવાના રોડ પર દરિયા ગામની સીમમાં એક ઇકો ગાડીમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીમ ભરેલા છે. બાતમીના આધારે જિલ્લા એલસીબીએ દરિયા ગામની સીમમાં છાપો મારતા ગ્રે કલરની ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જિલ્લા એલસીબી ટીમ દ્વારા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી બીઆરટીન નંગ 672 જેની કિંમત 67,200 તથા ઈકો ગાડી 2,50,000 મળી કુલ રૂપિયા 3,17,200/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો મંગાવનાર જસ્ટિન વિલ્સન વસાવા રહે. દરિયા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાંથી ચાર જુગારી ઝડપાયા
ભરૂચ: ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાં ના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ભેગા થઇ જુગાર રમતા ચાર જેટલા ઇસમને ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીઓમાં નિલેશભાઈ વિનોદભાઈ મિસ્ત્રીલિંક, નરેન્દ્ર ઉર્ફે કાલુ મહેશભાઈ વસાવા, સંતોષ ઉર્ફે જયેશભાઇ મિસ્ત્રી, અમિતભાઈ હેમંતકુમાર શાહને ઝડપી પાડી તમામ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત કુલ ૯૪,૫૦૦ મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top